Not Set/ મોડી સાંજે પ્રાઈવેટ જેટથી મુંબઈ પહોચશે શ્રીદેવીનો પાર્થિવ દેહ, સોમવારે થશે અંતિમ સંસ્કાર

અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે ૧૧ વાગ્યે રાત્રે દુબઈમાં એમિરેટ્સ ટાવરમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હતું. દુબઈના કાયદા પ્રમાણે કોઈ વિદેશી નાગરિકનું અચાનક મૃત્યુ થઇ જાય તો પોસ્ટમોર્ટમ કરી મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવામાં આવે છે. પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ શ્રીદેવીનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપી દેવાયો હતો. દુબઈથી અનીલ અંબાણીના પ્રાઇવેટ જેટ દ્વારા તેમનો પાર્થિવ દેહ […]

Entertainment
sridevi મોડી સાંજે પ્રાઈવેટ જેટથી મુંબઈ પહોચશે શ્રીદેવીનો પાર્થિવ દેહ, સોમવારે થશે અંતિમ સંસ્કાર

અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે ૧૧ વાગ્યે રાત્રે દુબઈમાં એમિરેટ્સ ટાવરમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હતું. દુબઈના કાયદા પ્રમાણે કોઈ વિદેશી નાગરિકનું અચાનક મૃત્યુ થઇ જાય તો પોસ્ટમોર્ટમ કરી મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવામાં આવે છે. પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ શ્રીદેવીનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપી દેવાયો હતો. દુબઈથી અનીલ અંબાણીના પ્રાઇવેટ જેટ દ્વારા તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવી રહ્યો છે. જે સાંજે ૮ વાગ્યા આસપાસ મુંબઈ પહોચી જશે.

Image result for sridevi

Image result for sridevi

સુત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રી દેવીનો પગ બાથરૂમમાં લપસી ગયો હતો અને ત્યારબાદ તેઓ બેભાન થઇ ગયા હતા અને દુબઈની રશીદ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

Related image

Image result for sridevi

સુત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવારે શ્રીદેવીના અંતિમ સંસ્કાર થશે. આ અંતિમ સંસ્કાર જુહુના પવન હંસ મુક્તિધામમાં કરવામાં આવશે. જે પહેલા શ્રીદેવીનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે મુકવામાં આવશે.

Image result for sridevi

શ્રીદેવી મોહિત મારવાહના લગ્નને કરને દુબઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે, મોહિતની પત્ની અનીલ અંબાણીની પત્ની ટીના અંબાણીની ભત્રીજી છે.

Related image

શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે અને અનીલ અંબાણીના પ્રાઇવેટ જેટ દ્વારા તેમનું પાર્થિવ શરીર ૮ વાગ્યા આસપાસ મુંબઈ લાવામાં આવશે.

Related image

હાર્ટએટેકથી મૃત્યુના લીધે શ્રીદેવીના પાડોશીઓ પણ આઘાતમાં છે. તેમણે જણાવ્યું કે, શ્રીદેવી રોજ ૨ કલાક સવારે ચાલતા હતા તેઓ સ્વાસ્થ્ય બાબતે ખુબ ફીટ હતા.

Image result for sridevi

Related image

Related image

Related image

Image result for sridevi

Image result for sridevi

શ્રીદેવી બધા સાથે ખુબ સારો વ્યવહાર કરતા હતા. તેમની બંને દીકરીઓને પણ ટ્રેનીંગ કરાવતા હતા. આ બંને દીકરીઓ ભાગ્યે જ ઘરની બહાર જોવા મળતી તેટલું જ નહી પણ મહિનામાં એકવાર પ્રભુદેવા જ્હાનવી અને ખુશી બંનેને ડાન્સ શીખવાડવા માટે આવતા હતા.

Related image

Image result for sridevi