Gujarat surat/ સુરતમાં પહેલા નોરતાથી પહેલા નંબર પર સ્થાન મેળવવા સફાઈ અભિયાનની શરૂઆત

પહેલા નંબર પર સ્થાન મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે પ્રથમ નોરતાથી સફાઈ અભિયાન ની શરૂઆત કરી છે.

Gujarat Surat
YouTube Thumbnail 61 3 સુરતમાં પહેલા નોરતાથી પહેલા નંબર પર સ્થાન મેળવવા સફાઈ અભિયાનની શરૂઆત
  • સુરતે સ્વચ્છતામાં પ્રાપ્ત કર્યો છે બીજો નંબર
  • મેયર સ્થાનિક સંસ્થાઓ અને કુલીઓએ કરી સફાઈ
  • સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં કરાઈ સફાઈ
  • રોડ રસ્તા પર સફાઈ કરી ડ્રેનેજની પણ સફાઈ કરાઈ

Surat News: સુરત એ સ્વચ્છતામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે ત્યારે પહેલા નંબર પર સ્થાન મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે પ્રથમ નોરતાથી સફાઈ અભિયાન ની શરૂઆત કરી છે આજે મેયર સહિતના અધિકારીઓએ સુરતના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું

નવરાત્રી પર્વની શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં સફાઈ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે સુરતમાં સુરત મહાનગરપાલિકાના મેયર સ્થાનિક સંસ્થાઓ અને રેલ્વે સ્ટેશન વિસ્તારના કુલીઓ દ્વારા સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો.

રોડ રસ્તા પર સફાઈ કરી ડ્રેનેજની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સુરત સ્માર્ટ સિટીમાં બીજા નંબરે છે અને સ્વચ્છતામાં પણ બીજા ક્રમે છે ત્યારે શહેરેજનોના સહયોગથી સ્વચ્છતા માં પહેલો નંબર પ્રાપ્ત થાય તેવા આશ્રય સાથે સફાઈ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે આજે યોજાયેલા સફાઈ અભિયાનમાં મેયર સહિત આરોગ્ય અધિકારીઓએ પણ જાડુ હાથમાં લઈ સફાઈ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં પહેલા નોરતાથી પહેલા નંબર પર સ્થાન મેળવવા સફાઈ અભિયાનની શરૂઆત


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો