Not Set/ કચ્છ : બે મહિનામાં ફાળવાઈ 12 નવી 108 એમ્બ્યુલન્સ, આગામી બે મહિનામાં અપાશે નવી 10 એમ્બ્યુલન્સ

રાજ્યમાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે સરકારે 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરી છે. ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં સરકારે છેલ્લા બે મહિનામાં 12 નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. અને આગામી બે મહિનામાં બીજી 10 જેટલી એમ્બ્યુલન્સ કચ્છને મળશે. ઇમરજન્સી અને આપતીના સમયમાં 108 એમ્બ્યુલન્સ લોકોને મદદરૂપ બને છે. ત્યારે સરહદી એવા કચ્છ જિલ્લામાં લોકોને […]

Top Stories Gujarat
646 કચ્છ : બે મહિનામાં ફાળવાઈ 12 નવી 108 એમ્બ્યુલન્સ, આગામી બે મહિનામાં અપાશે નવી 10 એમ્બ્યુલન્સ

રાજ્યમાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે સરકારે 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરી છે. ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં સરકારે છેલ્લા બે મહિનામાં 12 નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. અને આગામી બે મહિનામાં બીજી 10 જેટલી એમ્બ્યુલન્સ કચ્છને મળશે.

ઇમરજન્સી અને આપતીના સમયમાં 108 એમ્બ્યુલન્સ લોકોને મદદરૂપ બને છે. ત્યારે સરહદી એવા કચ્છ જિલ્લામાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે સરકારે છેલ્લા બે મહિનામાં કચ્છને 12 નવી 108 ફાળવી છે અને આવનારા બે મહિનામાં હજી વધુ 10 એમ્બ્યુલન્સ કચ્છને ફાળવાશે.

ambulance2 630 630 e1537603920616 કચ્છ : બે મહિનામાં ફાળવાઈ 12 નવી 108 એમ્બ્યુલન્સ, આગામી બે મહિનામાં અપાશે નવી 10 એમ્બ્યુલન્સ

જિલ્લામાં અત્યારે કુલ 27 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાઈ છે. તાલુકા વાઇઝ વિગતે વાત કરીએ તો , ભુજમાં 4, નખત્રાણામાં 4, અબડાસામાં 4, રાપરમાં 3, ભચાઉમાં 3, માંડવીમાં 2, લખપતમાં 2, ગાંધીધામમાં 2, અંજારમાં 2, મુન્દ્રામાં 1 મળી કુલ 27, એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે એક નોંધનીય બાબત ગણી શકાય તેમ છે.

કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોમાં વધારો થવા પામી રહ્યો છે ત્યારે 108 એમ્બ્યુલન્સ ઘાયલોને નવજીવન આપવામાં અને અસરગ્રસ્તોને બચાવવામાં મદદરૂપ બને છે.જે એક હકીકત છે.