Suicide/ સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એ કર્યો આપઘાત

સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા PSI એ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.પોતાની જ સર્વિસ રિવોલ્વરલથી મહિલા પીએસઆઇ એ ગોળી મારી આપઘાત

Top Stories Gujarat Surat
a 73 સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એ કર્યો આપઘાત

@ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ – સુરત

સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા PSI એ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.પોતાની જ સર્વિસ રિવોલ્વરલથી મહિલા પીએસઆઇ એ ગોળી મારી આપઘાત કરી લેતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડતો થયો હતો.જોકે PSI એ આપઘાત કયા કારણો સર કર્યો તે કારણ જાણી શકાયું નથી

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા PSIએ પોતાના જ ઘરમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો.મહિલા પીએસઆઇ અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલવોર માંથી પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

અમિતા જોશી સુરતના ઉધના પોલીસ સ્ટોશનમાં ફરજ બજાવતા હોતા.ઉધનાના પટેલ નગર પોલીસ ચોકીમાં ઇન્વે ચાર્જમાં મહિલા PSI તરીકેની ફરજ બજાવતા હતા.અનિતા જોશી આજે પોલીસ સ્ટેશન ફરજ પર ગયા ન હતા.અને ઘરે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.ઘટના ની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાપસ શરૂ હાથ ધરી હતી.

ત્યારે જાણવા મળ્યું હતું કે PSI અમિતા જોશી પરણિત છે અને તેને એક બાળક પણ છે.તેવામાં PSL દ્વારા આ પ્રકારે આપઘાત કરી લેવાતા સમગ્ર પોલીસ બેડામાં શોકની કાલિમા સાથે ચકચાર મચી જવા પામી હતી.જોકે પોલીસની તાપસ મા હાલ તો મહિલા PSI એ કયા કારણો સર આ પ્રકારે આપઘાત કર્યો તે તો જાણી શકાયું નથી.મહિલા psi ના આપઘાત પાછળ પોલીસની ફરજ પરની કામગીરી ને લઈ અને પછી ઘર કંકાસ કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે દિશામાં મહિધરપુરા પોલીસ તપાસ કરી રહી છે.જોકે હાલ તો મહિધરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…