Not Set/ Oppo F9 Pro અને Oppo F9 ભારતમાં કરાયા લોન્ચ, જાણો, આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ

નવી દિલ્હી, ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપો દ્વારા ભારતમાં બે નવા સ્માર્ટફોન Oppo F9 Pro અને Oppo F9 લોન્ચ કરવામાં આવ્યા છે. હાલમાં જ આ સ્માર્ટફોન વિયતનામમાં લોન્ચ કરાયા હતા અને હવે મંગળવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત એમાં આપવામાં આવેલી વોટર ડ્રોપ ડિસ્પ્લે નોચ. આ ફિચર્સ iPhone X અથવા […]

Tech & Auto
maxresdefault 1 1 Oppo F9 Pro અને Oppo F9 ભારતમાં કરાયા લોન્ચ, જાણો, આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ

નવી દિલ્હી,

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપો દ્વારા ભારતમાં બે નવા સ્માર્ટફોન Oppo F9 Pro અને Oppo F9 લોન્ચ કરવામાં આવ્યા છે. હાલમાં જ આ સ્માર્ટફોન વિયતનામમાં લોન્ચ કરાયા હતા અને હવે મંગળવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત એમાં આપવામાં આવેલી વોટર ડ્રોપ ડિસ્પ્લે નોચ. આ ફિચર્સ iPhone X અથવા તો બીજા અન્ય સ્માર્ટફોનમાં અપાયેલા ડિસ્પ્લે નોચથી અલગ છે. તે V શેપનો છે.

maxresdefault 6 Oppo F9 Pro અને Oppo F9 ભારતમાં કરાયા લોન્ચ, જાણો, આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ

Oppo F9 Pro અને Oppo F9ની કિંમત

Oppo F9 Proની કિંમત ૨૩,૯૯૦ રૂપિયા છે, જયારે Oppo F9 સ્માર્ટફોનની કિંમત ૧૯,૯૯૦ રૂપિયા છે.

Oppo F9 Pro બે વેરિયન્ટમાંથી એક સ્માર્ટફોનમાં ૪ GB રેમ છે  અને બીજામાં ૬ GB રેમ છે. સાથે સાથે બંને સ્માર્ટફોનમાં ૬૪ GB ઇન્ટરનલ મેમરી છે.

કલર વેરિયન્ટની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન પર્પલ, સનલાઈજ રેડ અને બ્લુમાં ઉપલબ્ધ હશે. આ ઉપરાંત તેનું વેચાણ ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ પર હશે. પરંતુ ૩૧ ઓગષ્ટથી આ સ્માર્ટફોન ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર પણ મળશે.

21 08 2018 oppo f9 pro 18336230 134410589 Oppo F9 Pro અને Oppo F9 ભારતમાં કરાયા લોન્ચ, જાણો, આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ

Oppo F9 Proમાં ૬.૩ ઈંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે અને તે ઓક્ટાકોર media tek helio P60 પ્રોસેસર પર ચાલે છે અને તેનો એસ્પેકટ રેશિયો ૧૯.૫:૯ છે.

આ સ્માર્ટફોનમાં Android 8.1 Oreo બેર્ સોફ્ટવેર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્માર્ટફોનની કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો એમાં 4G VoLTE સહિત વાઈફાઈ, બ્લુ ટૂથ, GPS, માઈક્રો USB અને OTGનો ઓપ્શન આપવામાં આવ્યો છે. Oppo F9 Proની બેટરી 3,500 mAhની છે અને VOOC ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.

ઓપોના આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. એક કેમેરો ૧૬ મેગાપિક્સેલનો છે અને જેનું Aperture f/1.8 છે, જયારે બીજો કેમેરો ૨ મેગાપિક્સેલ છે અને તેનું Aperture f/2.4 છે.