રાજકોટ/ મુખ્યમંત્રીને હરખભેર આવકારવા રાજકોટવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુશાસન સપ્તાહ પર્વના સમાપન સમારોહમાં  તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

Gujarat Rajkot
Untitled 92 3 મુખ્યમંત્રીને હરખભેર આવકારવા રાજકોટવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુશાસન સપ્તાહ પર્વના સમાપન સમારોહમાં  તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ મુખ્યમંત્રીનું ભવ્યાતિભવ્ય અને અદકેરૂ સ્વાગત કરવા રોડ-શો, દેશભક્તિસભર સાંસ્કૃતીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ  રાજકોટ  વાસીઓ માં પણ  થનગનાટ જોવા મળી રહ્યો છે.

Untitled 92 મુખ્યમંત્રીને હરખભેર આવકારવા રાજકોટવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે

મુખ્યમંત્રી  કાલે એરપોર્ટથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ થઈને ધમેન્દ્ર કોલેજ સુધીનો રોડ-શો, સત્કાર કાર્યક્રમનો રૂટ પર કેસરીયો માહોલ  જોવા  મળી રહ્યો છે .આ ઉપરાંત રોડ- શોના રૂટમાં હોડીંગ્સ, બેનર, પાર્ટીના ઝંડા-ઝંડી થી સમગ્ર રૂટથી શણગારવામાં આવેલ છે. ત્યારે મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે પ્રથમ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રોડ-શોના રૂટમાં ઠેર-ઠેર મુખ્યમંત્રીનું સંતો-મહંતો, શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ-જ્ઞાતિ અગ્રણીઓ અને શહેરીજનો દ્વારા મુુખ્યમંત્રીનું પુષ્પવૃષ્ટિ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

Untitled 92 1 મુખ્યમંત્રીને હરખભેર આવકારવા રાજકોટવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે

આ  પણ  વાંચો:નવી દિલ્હી / ઉત્તરાખંડમાં વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છેઃ પીએમ મોદી

ત્યારે રોડ-શો ના રૂટના કુલ 61 પોઈન્ટ ઉપર  વિવિધ સ્થળે સ્વાગત પોઈન્ટ ઉપર આકર્ષક ફલોટસ- સ્ટેજ બનાવવામાં આવેલ છે અને  ડી.જે-બેન્ડની સુરાવલિઓ સાથે દેશભક્તિસભર વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતીક કાર્યક્રમોની હારમાળા સર્જાશે અને વિવિધ સમાજના લોકો તેમની પરંપરાગત વેશભુષા સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરશે..

Untitled 92 2 મુખ્યમંત્રીને હરખભેર આવકારવા રાજકોટવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે

આવતીકાલે શુક્રવારે સવારે 9:00 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર. પાટીલનું રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરના નેતૃત્વમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે.

આ પણ  વાંચો:ભરૂચ /  દેશના આ ત્રણ રાજ્યોના આદિવાસી પરિવારના બાળકો મેળવશે મફત મિલીટ્રી પ્રશિક્ષણ