Not Set/ થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

Gujarat Others
1 293 થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વધુમાં આ બાયપાસ રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માત સર્જવાનો ભય ઉભો થવા પામ્યોં છે. સાથે આ બિસ્માર રોડ પર ખાડાઓમા પાણી ભરાયાં હોવાથી વાહન ચાલકોના વાહનોમાં મેન્ટેનન્સના ખર્ચા વધુ આવતાં હોવાથી ચાલકોમાં પણ રોષ ફેલાવા પામ્યો છે.

1 294 થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો: વિધર્મીય યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી અનેક વાર આચર્યું દુષ્કર્મ, લઇ ગયો હતો બિહાર

થાનગઢના આ બાયપાસ રોડ વર્ષોથી જર્જરીત બન્યો હોવાથી સિરામીક એસોસિએશન દ્વારા લાગતા વળગતા તંત્રને અનેક વાર સરકાર સુધી રજુઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય ન લેવાતો  હોવાથી સિરામીક એસોસિએશન દ્વારા આજે થાન મામલતદારને લેખીત આવેદનપત્ર આપી આ બિસ્માર રસ્તા અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે સિરામિક ઉદ્યોગ નગરી તરીકે ઓળખતા અને ભાજપનો ગઢ ગણાય છે, તેવાં થાનગઢના રોડ રસ્તાઓની હાલત જોતાં સિરામીકની ખરીદી કરવા માટે દેશ વિદેશમાંથી આવનારા લોકો પણ રોડ રસ્તાઓની ખરાબ સ્થિતિ હોવાથી અંચબામાં પડી જોતાં રહી જતાં હોય છે.

kalmukho str 6 થાનગઢ સિરામિક ઉદ્યોગનગરીનો બાયપાસ રોડ જર્જરીત બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા