બોટાદ/ સાળંગપુરમાં શતામૃત મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો

સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ

Gujarat Others
YouTube Thumbnail 2023 11 16T134231.212 સાળંગપુરમાં શતામૃત મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો

Botad News:બોટાદ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજથી શતામૃત મહોત્સવનો પ્રારંભ થશે.175 વર્ષ પૂર્ણ થતાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં આજથી 108 કુંડી મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો છે.અખંડ મંત્ર ધૂન અનુષ્ઠાનનો તેમજ વેદ પારાયણનો પણ પ્રારંભ થશે.હનુમાનજી મહારાજને સુવર્ણ હીરા જડિત મુગટ અર્પણ કરાશે. 16થી 22 નવેમ્બર સુધી કાર્યક્રમ યોજાશે.30 લાખ લોકો ભોજન લઈ શકે તેવું આયોજન કરવામાં આવશે.હજારોની સંખ્યામાં લોકો આ યજ્ઞમાં ઉપસ્થિત રહિ ભગવાનની પ્રાર્થના કરશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત  તા.૧૫-૧૧-૨૦૨૩ને બુધવારના રોજ બપોરે 3:૩૦ કલાકે ભવ્ય નગર યાત્રા વાજતે ગાજતે ખાંભડા ગામથી નીકળીને શતામૃત મહોત્સવ ગ્રાઉન્ડમાં બનાવેલાં વિશાળ સભામંડપ રંગેચંગે પહોંચી હતી. આ પછી વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડિલ સંતો દ્વારા શતામૃત મહોત્સવ અને કથા મંડપનું ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મહત્તવનું છે કે, આ પોથીયાત્રામાં 20થી વધુ બુલેટ, 3 હાથી, તળતળીયા સાથે 100 માણસો, 2 હનુમાનજીનો આમંત્રણ રથ, એક રથમાં હનુમાનજી, 110 નાસિક ઢોલ વગાડનારા ઢોલી, 120 લોકોનું હિંમતનગરનું બેન્ડ, 30 થાર કાર, રામદરબારનો બીજો રથ, 50 લોકોનું ગોધરા બેન્ડમાં, 20 રથ, ઉજ્જૈન મંડળી, 60 લોકોનું આફ્રિકન આદીવાસી ગૃપ, લાલાજી માહારાજનો રથ, 40 જવાનો સાથેનું પોલીસ બેન્ડ, વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનો રથ, મુંબઈથી આવેલું 70 બહેનોનું મહિલા મંડળ, 60 લોકોનું રાજસ્થાની ગેર-, 45 લોકોનું ટીમલી ગ્રુપ, બહેનો, 6 ડીજે, ભાઈઓ વગેરે સાથે સાળંગપુરધામ ખાતે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું.

દાદાના દરબારમાં અને આ મહોત્સવમાં પધારી જીવનમાં ભક્તિનું ભાથું ભરોઃ હરિપ્રકાશ સ્વામી

હરિપ્રકાશ સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું કે, ”આજે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામની અંદર શતામૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય પોથી અને શોભા યાત્રા નીકળી હતી. જેમાં હજારો ભક્તો ઉમટ્યા પડ્યા હતાં. શોભાયાત્રામાં રામ, લક્ષમણ, જાનકીનો રામદરબારની ઝાંખી હતી. આ ઉપરાંત આચાર્ય મહારાજશ્રી જોડાયા હતા. દરેક ભક્તો રાજી થયા હતાં. આ મહોત્સવ આજથી શરૂ થયો છે. તમામ ભક્તોને મારી વિનંતી છે કે, દાદાના દરબારમાં અને આ મહોત્સવમાં પધારી જીવનમાં ભક્તિનું ભાથું ભરો.”

દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને રંગબેરંગી  ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વ્યવસ્થાપન કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શન મુજબ કરાયું હતું. હજારો હરિભક્તોએ  દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.


whatsapp ad White Font big size 2 4 સાળંગપુરમાં શતામૃત મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા