Not Set/ Video: રોડ પર ચીકાસવાળુ કેમીકલ ઢોળાવાથી ગાડીઓના કચ્ચરઘાણ

ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે તથા રેલવે સ્ટેશનથી સરકારી દવાખાના તરફ જવાના માર્ગે ચિકાસવાળુ પ્રવાહી ઢોળાવાના કારણે અનેક વાહન ચાલકો લપસ્યા હતા. ભચાઉ ગાંધીધામ હાઈવે પર કોઇ વાહનમાંથી કેમિકલ ઢોળાયુ હતુ. જેના કારણે રોડ ચીકાસવાળો થઇ ગયો હતો. વાહનોમાંથી ઢોળાતા કેમીકલ પ્રવાહીથી અનેક નાના-મોટા વાહન પણ લપસી ગયા હતા. ભચાઉ રોડ પર કાર સાથે કાર અથડાઇ હતી […]

Gujarat Trending Videos
IMG 20180626 172148 3 Video: રોડ પર ચીકાસવાળુ કેમીકલ ઢોળાવાથી ગાડીઓના કચ્ચરઘાણ

ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે તથા રેલવે સ્ટેશનથી સરકારી દવાખાના તરફ જવાના માર્ગે ચિકાસવાળુ પ્રવાહી ઢોળાવાના કારણે અનેક વાહન ચાલકો લપસ્યા હતા.

ભચાઉ ગાંધીધામ હાઈવે પર કોઇ વાહનમાંથી કેમિકલ ઢોળાયુ હતુ. જેના કારણે રોડ ચીકાસવાળો થઇ ગયો હતો. વાહનોમાંથી ઢોળાતા કેમીકલ પ્રવાહીથી અનેક નાના-મોટા વાહન પણ લપસી ગયા હતા.

ભચાઉ રોડ પર કાર સાથે કાર અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કુડદો બોલી ગયો હતો. ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશનથી સરકારી દવાખાના તરફ જતા માર્ગ પરથી પસાર થતી મીઠા ભરેલી ટ્રકમાંથી મીઠું રસ્તા પર ઢોળાતું હોય છે. જેને કારણે નાના-મોટા વાહનોના ટાયરોમાં આ પ્રવાહી ચોટી જવાથી વાહનો લપસી જાય છે.

વાહન ચાલકોને અનેક પારાવારીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી આવા બનાવો ફરીથી ન બને અને મોટા અકસ્માતો સર્જાય તે પહેલા વહીવટી તંત્રએ આવા વાહન ચાલકો સામે પગલા લેવા માંગ ઉઠી છે.