National/ નાગાલેન્ડમાંથી AFSPA હટાવવાની કવાયત તેજ, કેન્દ્ર સરકારે બનાવી કમિટી

મહત્વપૂર્ણ છે કે રાજ્યના મોન જિલ્લાના ઓટિંગમાં સુરક્ષાદળોના ફાયરિંગમાં 14 સામાન્ય નાગરિકોના મોત થયા હતા.. જેને ગંભીરતાથી લેતા ગૃહમંત્રી અમિત શાહે આ બેઠક યોજી હતી

India
Untitled 78 6 નાગાલેન્ડમાંથી AFSPA હટાવવાની કવાયત તેજ, કેન્દ્ર સરકારે બનાવી કમિટી

નાગાલેન્ડના ઓટિંગમાં સુરક્ષાદળોના ફાયરિંગમાં 14 સામાન્ય નાગરિકોના મોત થવાની ઘટનાને કેન્દ્રએ ખુબજ ગંભીરતાથી લીધી છે.. જે અંતર્ગત હવે નાગાલેન્ડમાંથી AFSPA હટાવવાની કવાયત તેજ કરી દેવાઇ છે.

નાગાલેન્ડમાંથી આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ હટાવવાને લઈ કેન્દ્ર સરકાર એક કમિટી બનાવવા જઈ રહી છે. નાગાલેન્ડ સરકારે જણાવ્યું કે આ કમિટી 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે અને તેમની ભલામણોના આધાર પર નાગાલેન્ડમાંથી અફસ્પા હટાવવાને લઈ નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરારે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 23 ડિસેમ્બરે નાગાલેન્ડની હાલની સ્થિતિને લઈ એક બેઠક કરી હતી.

આ  પણ  વાંચો:બોટાદમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગાઇડલાઇન ભંગ, કોરોનાને આપવામાં આવ્યું આમંત્રણ

મહત્વપૂર્ણ છે કે રાજ્યના મોન જિલ્લાના ઓટિંગમાં સુરક્ષાદળોના ફાયરિંગમાં 14 સામાન્ય નાગરિકોના મોત થયા હતા.. જેને ગંભીરતાથી લેતા ગૃહમંત્રી અમિત શાહે આ બેઠક યોજી હતી. બેઠકમાં એ નિર્ણય પણ લેવામાં આવ્યો કે ઓટિંગની ઘટનામાં સીધી રીતે સામેલ આર્મી યૂનિટ અને સેનાના જવાનોની વિરૂદ્ધ પગલા લેવાશે.તપાસનો સામનો કરનારા વ્યક્તિને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.એટલું જ નહીં રાજ્ય સરકાર આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપશે.મિટીની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિક સચિવ કરશે. આ સિવાય કમિટીના સભ્યોમાં નાગાલેન્ડના મુખ્ય સચિવ, ડીજીપી, અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના પ્રતિનિધિ હશે.

આ  પણ  વાંચો:કોરોના કેર / સુરતમાં કોરોના કેસમાં ઉછાળો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ સહિત આટલા લોકો થયા સંક્રમિત

રાજ્ય સરકારે તમામ સમુદાયના લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. 4-5 ડિસેમ્બરે સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગની 3 ઘટનાઓમાં માર્યા ગયેલા 14 લોકોમાંથી 13 લોકો કોન્યાક જનજાતિના હતા, જે નાગાલેન્ડની મુખ્ય જાતિઓમાંની એક છે. આ ઘટના બાદ નાગાલેન્ડના મુખ્યપ્રધાન સહિત ઘણા સંગઠનો રાજ્ય પાસે અફસ્પા હટાવવાની માંગ કરવા લાગ્યા હતા.