uttarpradesh/ પિતાએ વિનંતી કરી બીજા આરોપીને એન્કાઉન્ટરમાં ન મારતા

બદાયુ હત્યાકાંડમાં બનાવનું કારણ જાણવા પિતાની કાકલુદી

Top Stories India
Beginners guide to 40 1 પિતાએ વિનંતી કરી બીજા આરોપીને એન્કાઉન્ટરમાં ન મારતા

Uttarpradesh News : બદાયુ ડબલ મર્ડર કેસમાં પિડીતોના પિતા વિનોદ કુમારે બીજા આરોપીને એન્કાઉન્ટરમાં ન મારવાની માંગમી કરી હતી. વિનોદ કુમારે આરોપી જીવેદની પુછપરછ કરીને  તેમના બાળકોની કોઈ કાવતરા હેઠળ હત્યા કરવામાં આવી હતી કે કેમ તે જાણવા કહ્યું હતું.

એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા વિનોદ કુમારે કહ્યું હતું કે જાવેદની પુછપરછ થવી જોઈ આથી અમે જાણી શકીએ કે તેમણે આવું કેમ કર્યું. જો તે એન્કાઉન્ટરમાં માર્યો જશે તો આ ડબલ મર્ડર કેસનું રહસ્ય ક્યારેય કુલશે નહી. તેમણે કહ્યું કે મારા બે બાળકોની હત્યામાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. બાળકોને કોઈ કાવતરા હેઠળ મારવામાં આવ્યા છે કે કેમ તે જાણવું જોઈ. તે પરિવારના અન્ય લોકોને પણ મારી શકે છે.

તેમણે નરેન્દ્ર મોદી અને  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને અપીલ કરતા જણાવ્યું હતું કે આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ આથી બાળકોની હત્યા પાછળનું કારણ જાણવા મળે. તે સિવાય એ પણ જાણી શકાય કે બનાવ વખતે શું થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મંઘલવારના રોજ વિનોદ કુમારના બે બાળકો આયુષ (12) અને આહાન ઉર્ફે હની (8) અને યુવરાજ (10) પર કથિતપણે ચાકૂથી હુલો કરાયો હતો. પોલીસે આ ગે જમાવ્યું હતું કે આ હુમલામાં આયુષ અને આહાનના મોત નીપજ્યા હતા જ્યારે યુવરાજને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ કેસમાં એક આરોપી સાજીદને ઉત્તરપ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. જ્યારે તેનો ભાઈ જાવેદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસના ડરને કારણે જાવેદે બારાદરીના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી લીધું હતું, હાલમાં પોલીસ તેની પુછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી