નિર્ણય/ ICC એ ક્રિકેટનાં સૌથી રસપ્રદ અને મનોરંજક ફોર્મેટમાં કર્યો મોટો ફેરફાર

હવે ICC એ ક્રિકેટનાં સૌથી રસપ્રદ અને મનોરંજક ફોર્મેટ T20 ક્રિકેટમાં મોટો ફેરફાર કર્યો છે. અને આ ફેરફાર બોલરોનાં દૃષ્ટિકોણથી યોગ્ય નહીં હોય કારણ કે હવે બોલરોને આ ફોર્મેટમાં ક્લાસ લેવાશે.

Sports
ICC T20 Format

હવે ICC એ ક્રિકેટનાં સૌથી રસપ્રદ અને મનોરંજક ફોર્મેટ T20 ક્રિકેટમાં મોટો ફેરફાર કર્યો છે. અને આ ફેરફાર બોલરોનાં દૃષ્ટિકોણથી યોગ્ય નહીં હોય કારણ કે હવે બોલરોને આ ફોર્મેટમાં ક્લાસ લેવાશે.

આ પણ વાંચો – IND vs SA 2nd Test Analysis / ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલીની પડી ખોટ, રાહુલ કેપ્ટનશિપમાં નિષ્ફળ.. જાણો હારના પાંચ મોટા કારણો

જો કે T20 ક્રિકેટમાં બોલર હંમેશા બેટ્સમેનથી ભાગતા જોવા મળે છે, પરંતુ હવે ICCએ વધુ એક મોટો નિયમ લાવીને મોટો ફેરફાર કર્યો છે. હવે ICCએ પોતાના નિયમમાં ફેરફાર કર્યો છે અને કહ્યું છે કે હવે આ ફોર્મેટમાં પણ સ્લો ઓવર રેટની સજા ભોગવવી પડશે. આ ફેરફારોની માહિતી 7 જાન્યુઆરીનાં રોજ ICCનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી હતી. હવે ધીમી ઓવરો ફેંકનાર ટીમે વધુ કડકાઈનો સામનો કરવો પડશે. અત્યાર સુધી ધીમી ઓવરો પર સામાન્ય રીતે દંડ થતો હતો, જે મેચ ફીમાંથી કાપવામાં આવતો હતો, પરંતુ હવે ખેલાડીઓની ફિલ્ડિંગની સ્થિતિને પણ અસર થશે. મેચ પૂર્ણ થાય તે સમયે એટલે કે નિર્ધારિત સમયમાં ફિલ્ડિંગ ટીમનો અંતિમ ઓવરનો પહેલો બોલ ફેંકવાની પોઝિશનમાં હોવા જોઇએ. જો આમ ન થાય, તો માત્ર ચાર ખેલાડીઓ જ 30 યાર્ડનાં વર્તુળની બહાર રહી શકશે. જ્યારે નિયમ મુજબ 30 યાર્ડનાં સર્કલની બહાર 5 ખેલાડીઓને ઊભા રહેવાની છૂટ છે. એટલે કે, જો ધીમી ઓવર હશે, તો ખેલાડી 30 યાર્ડનાં વર્તુળની બહાર ઓછા ઊભા રહી શકશે. જણાવી દઇએ કે, હવે T20 ક્રિકેટમાં અડધી ઇનિંગ્સનાં અંત પછી ડ્રિંક હશે અને આ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે અને આ નવા વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચેની આગામી T20 સીરીઝમાં લાગુ થશે. જણાવી દઇએ કે, ICCનાં નવા નિયમો અનુસાર, હવે ધીમી ઓવર ફેંકનારી ટીમને સજા આપવામાં આવશે. આ સંજોગોમાં કલમ 13.8નું ઉલ્લંઘન હોવાનું માનવામાં આવશે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ભાજપનાં વધુ એક નેતા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ

જણાવી દઇએ કે, મેચ દરમિયાન અઢી મિનિટનાં ડ્રિંક બ્રેક માટે બન્ને પક્ષોએ સીરીઝ પહેલા સંમત થવું જરૂરી છે. આ નવા નિયમો જાન્યુઆરીથી જ લાગુ થવાના છે. પુરુષોની T20 ક્રિકેટમાં, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે 16 જાન્યુઆરીએ યોજાનારી T20 મેચ નવા નિયમ હેઠળ રમાનારી પ્રથમ મેચ હશે. વળી, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 18 જાન્યુઆરીએ રમાનાર T20 મેચ નવા નિયમ હેઠળ રમાનારી પ્રથમ મહિલા ક્રિકેટ મેચ હશે.