ભાવનગર/ સાત જન્મ સુધી સાથ આપવાનું કહેનાર પ્રેમી પતિએ લગ્નના 1 જ વર્ષમાં પત્નીની કરી હત્યા

પતિ વિશાલ પણ યુવતી પાછળ આવ્યો હતો અને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી ચાર્મીએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી.

Gujarat
Untitled 64 સાત જન્મ સુધી સાથ આપવાનું કહેનાર પ્રેમી પતિએ લગ્નના 1 જ વર્ષમાં પત્નીની કરી હત્યા

રાજ્યમાં  આવા કિસ્સા અનેક  બનાવો બનતા હોય  છે. ક્યારેક કિસ્સા એવા ભયાનક બનતા હોય છે જેમાં લોકો આત્મહત્યાં, મર્ડર જેવા  કેસો વધુ હોય છે. જ્યારે પ્રેમમાં હોય ત્યારે સામેના વ્યક્તિને અનેક વચનો આપતો હોય છે. પરંતુ તે પ્રેમની સાચી પરીક્ષા આપણા સમાજમાં થાય ત્યારે પ્રેમને ભુલીને પંખીડાઓ ગમે તે હદ સુધી પહોંચી જતાં હોય છે. આવી જ એક ઘટવા ભાવનગરથી સામે આવી છે. જેમાં સાત જન્મ સુધી સાથ આપવાનું કહેનાર પ્રેમી પતિએ પ્રેમલગ્નના માત્ર એક જ વર્ષમાં પ્રેમિકા પત્નની હત્યા કરી છે.

સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરની સરીતા સોસાયટીની શેરી નંબર-6 માં રહેતી 19 વર્ષીય ચાર્મી પ્રવિણભાઈ નાવડીયાએ તા.3/09/2020ના રોજ એટલે કે આજથી એક વર્ષ પૂર્વે વિશાલ ભૂપત વાઘેલા નામના શખ્સ સાથે લવ મેરેજ કર્યાં હતાં અને પ્રેમી પતિ સાથે સુરત સ્થાયી થઈ હતી. પ્રેમમાં ખોટા વાયદા આપનાર વિશાલે લગ્નના થોડા જ સમય બાદ ચાર્મીને હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું. જેથી અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. અંતે સહન ન થતાં ચાર્મી 20 દિવસ પૂર્વે પતિને છોડી પુનઃ ભાવનગર પોતાના પિતાને ઘરે આવી હતી. જોકે, પતિ વિશાલ પણ યુવતી પાછળ આવ્યો હતો અને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી ચાર્મીએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી.

ઘટનાની જાણ આજુબાજુના પાડોશીઓને થતાં તેઓ દોડી આવ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત પતિને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના અંગે ચાર્મીના પરિવારજનોએ પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યા હતાં કે, આરોપી વિશાલ અવારનવાર ઘરે આવી જાનથી મારી નાખવાની ઘમકી આપતો હોવાની પોતાની દીકરીએ અરજી આપી હોવા છતાં પોલીસે કોઇ કાર્વાહી કરી ન હતીં.