પૂજારીઓને તાલીમ/ અયોધ્યા રામ મંદિર માટે પંસદગી પામેલા પૂજારીઓની તાલીમ શરૂ, 3000 ઉમેદવારોએ કરી હતી અરજી

પૂજારીઓને તાલીમ દરમ્યાન શ્રી રામ મંદિરમાં રામલલાની પૂજાની પદ્ધતિ અને અનુષ્ઠાન વિશે સમજાવવામાં આવશે અને તેનો પણ ટેસ્ટ પણ લેવામાં આવશે.

Top Stories India Dharma & Bhakti
મૃત્યુદરમાં થશે ઘટાડો 25 અયોધ્યા રામ મંદિર માટે પંસદગી પામેલા પૂજારીઓની તાલીમ શરૂ, 3000 ઉમેદવારોએ કરી હતી અરજી

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને જોરદાર તૈયારીઓ થઈ રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં મંદિર દેશ ઉપરાંત વિશ્વમાં પણ પ્રસિદ્ધ થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ મંદિરમાં પૂજારી બનવા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં અંદાજે 3000 જેટલા લોકોએ અરજી કરી મંદીરના પૂજારી બનવા રસ દાખવ્યો હતો. આ અરજી બાદ 200 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા. તેમની પ્રાથમિક પરીક્ષા લેતા અંતે 20 ઉમેદવારો પૂજારી માટે પસંદગી પામ્યા હતા. હવે આ 20 પૂજારીઓને તાલીમ આપવામાં આવશે.

das 2 1024x768 1 અયોધ્યા રામ મંદિર માટે પંસદગી પામેલા પૂજારીઓની તાલીમ શરૂ, 3000 ઉમેદવારોએ કરી હતી અરજી

પૂજારીઓને 6 મહિના તાલીમ અપાશે

પ્રાપ્ત માહિતી મુજબ રામ મંદિર માટે પૂજારીઓનું પસંદગીનું કાર્ય વૃંદાવનના ઉપદેશક જયકાંત મિશ્રા અને અયોધ્યાના બે મહંત મિથિલેશ નંદિની શરણ અને સત્યનારાયણ દાસ દ્વારા કરવામાં આવ્યું. પસંદગી પામેલ 20 પૂજારી ઉમેદવારને અયોધ્યાના રામકોટ મંદિરમાં તાલીમ આપવા સાથે દરમહિને તેમને 2000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.  તમામ ઉમેદવારને 6 મહિનાની તાલમી અપાશે અને ત્યારબાદ અલગ-અલગ જગ્યા પર નિયુક્ત કરાશે. ધર્મશાસ્ત્રના નિષ્ણાતો તમામ ઉમેદવાર પૂજારીઓને હિન્દુ ધર્મના વિવિધ વિષયોની તાલમી આપશે. પસંદ કરાયેલા પૂજારીઓને રામાનંદી સંપ્રદાયની પૂજા પદ્ધતિ શીખવવામાં આવશે. રામાનંદ સંપ્રદાયના પ્રથમ આચાર્ય ભગવાન રામ હતા. અને રામાનંદી સંપ્રદાય મુજબ જ રામલલાનું પૂજન કરાશે. આજથી રામ મંદિરમાં પૂજા કરવા માટે અર્ચકની તાલીમ શરૂ થઈ ગઈ છે.

તાલીમ દરમ્યાન લેવાશે પરીક્ષા

ટ્રેનિંગ દરમિયાન પૂજારીઓને શ્રી રામ મંદિરમાં રામલલાની પૂજાની પદ્ધતિ અને અનુષ્ઠાન વિશે સમજાવવામાં આવશે. પૂજારીઓને તાલીમ દરમ્યાન પણ ટેસ્ટ પણ લેવામાં આવશે. 22 જાન્યુઆરી, 2024 થી રામલલાના અભિષેક સાથે, રામ મંદિરમાં પૂજાની પદ્ધતિ અને સ્વરૂપ બદલાશે. દરેક મંદિરમાં 2 પૂજારીની નિમણૂક કરવામાં આવશે, જેઓ 2 શિફ્ટમાં લગભગ 8 કલાક કામ કરશે. ભંડેરી, કોઠારી અને સેવાદારની પણ નિમણૂક કરવામાં આવશે. શ્રી રામ મંદિર ટ્રસ્ટે વધુમાં જણાવ્યું કે અયોધ્યાના રામ મંદિર ઉપરાંત દેશના મંદિરોમાં પણ તાલીમ પામેલા પૂજારી હોવા જોઈએ. પૂજારીઓને તાલીમ આપવાના કાર્યક્રમો ચાલુ રાખવા જોઈએ. જેથી મંદિરના પૂજારીઓની નવી પેઢી પણ હિંદુ પરંપરાની પરિચિત બની પ્રશિક્ષિત થઈ ઉચિત રીતે પૂજા કાર્ય કરી શકે.

નોંધનીય છે કે આગામી વર્ષ 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની શુભ મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસે રામલલાના અભિષેક વિધિ કરવા ઉપરાંત અન્ય ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવશે. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યમાં નિર્માણ પામતું રામ મંદિર અત્યારથી જ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :