સાવધાન/ કડી-કલોલના બે દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, એજન્ટ આ રીતે પડાવ્યા લાખો રૂપિયા

ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ખાસ કરીને મહેસાણા જિલ્લામાંથી લોકો વિદેશ જવા માટે ગમે તે હદ સુધી જાય છે. જો કે ઘણી વખત વિદેશ જવાનું સપનું જીવલેણ સાબિત થાય છે.

Gujarat Others
Untitled 80 કડી-કલોલના બે દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, એજન્ટ આ રીતે પડાવ્યા લાખો રૂપિયા

ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ખાસ કરીને મહેસાણા જિલ્લામાંથી લોકો વિદેશ જવા માટે ગમે તે હદ સુધી જાય છે. જો કે ઘણી વખત વિદેશ જવાનું સપનું જીવલેણ સાબિત થાય છે. તાજેતરમાં જ આવા એક-બે કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે. આ સિવાય પણ ઘણી વખત વિદેશ જવાની લ્હાયમાં કેટલાક લોકો છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે. આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. આવામાં અમેરિકા જવાની લાલચમાં કલોલ અને કડીના બે દંપતી સાથે રૂ.16.22 લાખની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. કલોલ અને મહેસાણાના બે એજન્ટ સામે કલોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

લોલમાં રહેતા જીગ્નેશ હર્ષદભાઈ બારોટ ને વિદેશ જવું હોય તેમના સંપર્કમાં કમહેશભાઈ જયંતીભાઈ બારોટ (રહે. ખુશ્બુ એપાર્ટમેન્ટ દૂધસાગર ડેરી પાસે મહેસાણા) સંપર્કમાં આવ્યા હતા. અને જીજ્ઞેશભાઈએ કમલેશભાઈને વિદેશ જવા અંગેની વાત કરતા તેમણે બજેટ પૂછયું હતું. જેથી તેમણે કહેલ કે 20 લાખ જેટલું બજેટ છે તેમ કહેતા કમલેશભાઈએ કહેલ કે આટલા બજેટમાં યુરોપ જવાના વિઝા થઈ શકે તેમ છે. આથી યુરોપ જવાની વાત નક્કી થઈ હતી. અને તેમણે તે પેટે રૂા. 20000 ગુગલ પૈથી આપ્યા હતા.ત્યારબાદ એજન્ટ કમલેશે જિગ્નેશભાઈને કરીને કહ્યું કે, તમારા જરૂરી ડોક્યુમેન્ટ તથા પાસપોર્ટ તૈયાર રાખજો હું કલોલ ખાતે આવીશ ત્યારે મેળવી લઈશ.’ અને અઠવાડિયા બાદ કમલેશ કાર લઈને કલોલ પહોંચ્યો હતો અને જીગ્નેશ ડોક્યુમેન્ટ તથા પાસપોર્ટ અને 1.10 લાખ રૂપિયા લઈને જતો રહ્યો હતો. તેના થોડા દિવસ બાદ કમલેશે ફરીથી ફોન કરીને વિઝાના ખર્ચના 60000 આપવાનું કહેતા જિગ્નેશે 9 નવેમ્બર 2022ના રરોજ કમલેશને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ કમલેશે ફરીથી ફોન કર્યો અને પૈસાની માંગણી કરતા 22 ફેબ્રુઆરી 2022ના રોજ 15000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.

જીગ્નેશે જામનગીરી માંગતા કમલેશે એક્સિસ બેન્ક એકાઉન્ટનો 15 એપ્રિલ 2023ની તારીખ લખીને સહીવાળો ચેક આપ્યો હતો અને થોડા દિવસ બાદ કમેલશે જણાવ્યું કે, યુરોપના વિઝા માટેનું સબમિશન કરવા માટે 1 માર્ચ 2023ના રોજ બોમ્બે જઈને બીજા એજન્ટ યુનુસભાઈને મળવાનું છે તેવું જણાવ્યું હતું.

ચારેય જણાઓ પાસપોર્ટ ડોક્યુમેન્ટ અને રૂપિયા આપ્યા હોવાથી મજબૂરીના કારણે એજન્ટ કમલેશ બારોટના મળતીયા સાથે ભૂખ્યા તરસ્યા રખડીને દિવસો પસાર કરવા પડ્યા હતા. એજન્ટના મળતીયા યુનીશ અને રાજેશ વીરા છગન સાથે વાત કરી યુએસ બોર્ડર ક્રોસ કરાવી મેક્સિકો થઈ એક કરોડ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. આખરે સાડા ત્રણ મહિના સુધી વિઝા આપવાની લાલચ આપી રખડતા રાખ્યા બાદ વિઝા નહીં મળે તેમ કહી એજન્ટ કમલેશ બારોટ અને તેના મળતિયાએ હાથ અધર કરી દીધા હતા.

તો આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કડી કલોલના દંપતીને અમેરીકાના સ્વપ્ન બતાવનારો એક આરોપી પકડાયો છે. વિદેશ મોકલવાનુ કહી 16 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ થતા પોલીસ એક્ટિવ થઈ છે. સાડા ત્રણ મહિના બહાર ફેરવી દંપતી પરત ઘરે આવ્યું છે. કમલેશ બારોટ મહેસાણા અને રાજેશ છગનભાઈ કલોલના રહેવાસી સામે ગુનો નોધાયો છે. ગાંધીનગર એલસીબી આરોપીની પુછપરછ શરુ કરી છે. ગઈકાલે મોડી રાતે કોર્ટમા રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!