ધોધમાર વરસાદની આગાહી/ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં થઈ શકે છે મેઘમહેર

હાલમાં પણ ગુજરાતમાં અલગઅલગ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ પાકને અનુકૂળ વરસાદ વરસાદ પડતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

Top Stories Gujarat Others
Mantavyanews 4 7 ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં થઈ શકે છે મેઘમહેર

છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. ગઇકાલનું દક્ષિણ રાજસ્થાન સર્ક્યુલેશન પશ્ચિમ રાજસથાન આવ્યું છે. જેના લીધે ગુજરાતમાં ભાર વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા કચ્છ અને મોરબીમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.દ્વારકા પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ,સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાઠામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સવારથી અત્યાર સુધીમાં 242 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં  12 ઈંચ વરસાદ ખાબક્યો. 92 તાલુકાઓમાં 1થી 12 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં 302 મિ.મી. એટલે કે 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય બે તાલુકાઓમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અને પાટણના રાધનપુર તાલુકામાં 194 મિ.મી., વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આજે પણ વરસાદનું જોર યથાવત રહેશે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, ગાંધીનગર જિલ્લાઓ માટે વરસાદનું યલ્લો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવું અનુમાન કરાયું છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે