Election/ રાજકોટ મનપાની ચૂંટણીમાં અનોખો પ્રચાર, કાર્ટૂનની વેશભૂષા, શાયરી અને દિગ્ગજો સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે જૂજ દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમજ અનોખી રીતે પ્રચાર કરી અને ઉમેદવારોને રીઝવવા માટે મેદાને પડયા છે.રાજકોટ શહેરમાં ઉમેદવારો

Top Stories
rajkot campaign રાજકોટ મનપાની ચૂંટણીમાં અનોખો પ્રચાર, કાર્ટૂનની વેશભૂષા, શાયરી અને દિગ્ગજો સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે જૂજ દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમજ અનોખી રીતે પ્રચાર કરી અને ઉમેદવારોને રીઝવવા માટે મેદાને પડયા છે.રાજકોટ શહેરમાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે કેટલાક વોર્ડમાં કાર્યાલય ખોલવામાં આવ્યા છે, ક્યાંક સ્ટેજ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક કાર્ટુન બની બેન્ડવાજા સાથે રેલી કાઢી અને મતદારોને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. rajkot campaign 4 રાજકોટ મનપાની ચૂંટણીમાં અનોખો પ્રચાર, કાર્ટૂનની વેશભૂષા, શાયરી અને દિગ્ગજો સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ

 

Election / અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના 192 ઉમેદવારોની શું છે શૈક્ષણિક લાયકાત, વાંચો આ ખાસ અહેવાલ

રાજકોટમાં વોર્ડ નંબર 7નાં ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં અલગ-અલગ સભાઓ કરી સોસાયટીમાં ડોર ટુ ડોર કેમ્પેઇન તેમજ પ્રચાર-પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે. ગઈકાલે વોર્ડ નંબર 7 નાં ઉમેદવારોએ સભાને સંબોધિત કરી હતી.આ વખતે નેહલભાઈ શુક્લ કંઈક અલગ મિજાજમાં જોવા મળ્યા હતા અને શાયરીઓ બોલી મતદારોને વાહ વાહ કરતા કરી દીધા હતા. તેમજ પોતે સામાન્ય જનતાના હિતેચ્છુ છે, તે વાત મતદારોને ગળે ઉતારવા નો પ્રયત્ન કર્યો હતો. તેમણે શાયરી કરી હતી કે “મેરી આરજૂ નહીં કે કોઈ અમીર મેરા દોસ્ત બને, લેકિન મેરી આરઝૂ હૈ કી મેરા હર દોસ્ત અમીર બને.”આ ઉપરાંત વોર્ડ નંબર 7નાં ભાજપના ઉમેદવારો પદયાત્રા કરી રહ્યા છે આ સમયે ઉમેદવારો પોતાની સાથે તેમના સમર્થકોને લઈ અને ઘર સુધી પહોંચી રહ્યા છે. તેમજ આ વખતે કાર્ટૂન ના વેશમાં અનોખો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. વોર્ડ નંબર સાત મા કિશાન પરા વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોએ તેમના એક કાર્યકર્તાને કાર્ટૂન ની વેશભૂષા કરાવી અને પોતાની સાથે પ્રચારમાં જોડ્યા હતા.

rajkot campaign 2 રાજકોટ મનપાની ચૂંટણીમાં અનોખો પ્રચાર, કાર્ટૂનની વેશભૂષા, શાયરી અને દિગ્ગજો સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ

Political / હું દેશના અન્નદાતાઓ સાથે છું અને રહીશ, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર

કિર્તીદાન ગઢવીએ ભારતમાતાનો જયકાર બોલાવી કાર્યકરોનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે ઉપસ્થિત કાર્યકર્તાના ઉત્સાહ અને જોમમાં વધારો થયો હતો તેમજ રમુ જ મૂડ માં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે આમ તો હું આ પ્રકારના ઉભા સ્ટેજનો કલાકાર નથી, પરંતુ પ્રેમના તાંતણે બંધાઈ અને જૈમીન ઠાકર માટે પ્રચાર કરવા આવ્યો છું. તેમણે ઉપસ્થિત લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગાંધીનગરમાં બેસીને આપણા મુખ્યમંત્રી રાજી થાય તે પ્રકારનું કાર્ય કરજો.

Union Budget / મહામારીના કપરા સમયમાં પણ સરકારે આર્થિક સુધારા માટે ભર્યા પગલા : નાણામંત્રી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…