Bullet Train/ બુલેટ ટ્રેન માટે સૌથી પ્રથમ પર્વતમાંથી ટનલ બનીને તૈયાર થઇ

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે માઉન્ટેન ટનલના એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

Gujarat Others
YouTube Thumbnail 5 2 બુલેટ ટ્રેન માટે સૌથી પ્રથમ પર્વતમાંથી ટનલ બનીને તૈયાર થઇ

@મેહુલ દુધરેજીયા 

Bullet Train : ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. મુંબઇ-અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના આ ટ્રેન પ્રોજેકટ હેઠળ હાલમાં વલસાડ જિલ્લાના ઝરોલી ગામે પહાડમાં ટનલ બનાવવામાં આવી છે.નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે માઉન્ટેન ટનલના એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પહેલી પર્વતીય ટનલ છે જે 10 મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ છે.

Untitled 5 8 બુલેટ ટ્રેન માટે સૌથી પ્રથમ પર્વતમાંથી ટનલ બનીને તૈયાર થઇ

આ ટનલ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમ્બરગાંવ તાલુકાના ઝરોલી ગામથી લગભગ 1 કિમી દૂર સ્થિત છે. ટનલ સ્ટ્રક્ચરમાં ટનલ, ટનલ પોર્ટલ અને અન્ય કનેક્ટિંગ સ્ટ્રક્ચર્સ જેવા કે ટનલ એન્ટ્રન્સ હૂડનો સમાવેશ થાય છે. ટનલનું નિર્માણ ન્યુ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ (NATM) દ્વારા કરવામાં આવી રહ્યું છે

ઝરોલી ગામ નજીક આવેલા પર્વતમાં બુલેટ ટ્રેન જે ટનલમાંથી પસાર થવાની છે. ત્યાં સુધી ટ્રેન વાયડકટ, પુલ પર આવ્યા બાદ આ બોગદામાંથી પસાર થશે. 350 મીટર લાંબી ટનલ બનાવવા અદ્યતન શારડી ધરાવતા વાહનો દ્વારા પહાડની અંદર માટી-પથ્થર તોડવામાં આવી રહ્યા છે. આ માટે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સ્કીલ્ડ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે આ કામગીરી હાથ ધરાઈ રહી છે.

જેમાં નીચેની પ્રક્રિયાનો સમાવેશ થાય છે:

  1. ટનલના ચહેરા પર ડ્રિલ હોલ્સનું ચિહ્ન..
  2. મુખ્ય હોલ નું ડ્રિલિંગ…
  3. વિસ્ફોટકોનું ચાર્જિંગ
  4. નિયંત્રિત બ્લાસ્ટિંગ
  5. વિસ્ફોટિત ખડકોના ટુકડા દૂર કરવા..
  6. દરેક વિસ્ફોટ પછી ભૂસ્તરશાસ્ત્રી નીરિક્ષણ કર્યું.. ભૂસ્તરશાસ્ત્રી દ્વારા આકારણી કરાયેલા ખડકોના પ્રકાર પર આધારિત સ્ટીલની પાંસળી, જાળીદાર ગર્ડર, શોટક્રીટ, રોક બોલ્ટનો સમાવેશ થાય છે તેવા પ્રાથમિક આધારની સ્થાપના પર્વતીય

Untitled 5 9 બુલેટ ટ્રેન માટે સૌથી પ્રથમ પર્વતમાંથી ટનલ બનીને તૈયાર થઇ

ટનલની મુખ્ય લાક્ષણિકતાઓ:

  1. ટનલ ની લંબાઈ : 350 મિટર
  2. ડાયામીટર : 36 મીટર
  3. ટનલ ની ઉંચાઈ : 10.25 મીટર
  4. ટનલ શેપ : હોર્સ શેપ
  5. ટ્રેક નંબર : ડબલ ટ્રેક

ટનલ 13.2 મીટર વ્યાસ ધરાવતી એક જ ટ્યુબ હશે. જે વિવિધ વિભાગોમાં NATM અને TBM બંને પદ્ધતિઓ દ્વારા ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના કુલ 508.09 KMના અંતરમાંથી 460.3 KM વાયડક્ટ હશે, 9.22 KM પુલો પર, 25.87 KM ટનલ મારફતે જેમાં 7 KM લાંબી અંડરસી ટનલ અને 12.9 KMનો રૂટ જમીનની નીચે કે પહાડમાંથી બનાવવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બુલેટ ટ્રેન માટે સૌથી પ્રથમ પર્વતમાંથી ટનલ બનીને તૈયાર થઇ


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ