Firing/ પ્રખ્યાત ગેંગસ્ટરના અનિરુદ્ધસિંહ રીબડાના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો થયો વાઇરલ

રાજ્યમાં ફાયરિંગની ઘટના યથાવત છે. મોજશોખ અને વિકૃત આનંદ માટે કે પછી સામાન્ય લોકમાં રોફ અને ધાક જમાવવા માટે લુખ્ખા તત્વો છાશવારે જાહેરમાં ફાયરિંગ કરી પોલીસ સહિત પ્રસાશનની પણ ફીરકી લઇ રહ્યા છે.

Rajkot Gujarat Videos
firing પ્રખ્યાત ગેંગસ્ટરના અનિરુદ્ધસિંહ રીબડાના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો થયો વાઇરલ
  • રાજ્યમાં જાહેરમાં ફાયરીંગની 5મી ઘટના
  • એક યુવકનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ
  • પ્રખ્યાત ગેંગસ્ટરના પુત્રએ કર્યું જાહેરમાં ફાયરીંગ
  • અનિરુદ્ધસિંહ રીબડાના પુત્ર રાજદીપસિંહનો વીડિયો
  • અનિરુદ્ધસિંહ રીબડા ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
  • અનિરુદ્ધસિંહ બાદ પુત્ર રાજદીપસિંહ પણ પિતાની રાહે

રાજ્યમાં ફાયરિંગની ઘટના યથાવત છે. મોજશોખ અને વિકૃત આનંદ માટે કે પછી સામાન્ય લોકમાં રોફ અને ધાક જમાવવા માટે લુખ્ખા તત્વો છાશવારે જાહેરમાં ફાયરિંગ કરી પોલીસ સહિત પ્રસાશનની પણ ફીરકી લઇ રહ્યા છે. આવો જ વધુ એક ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. વાઇરલ વીડિયોમાં એક પ્રખ્યાત ગેંગસ્ટર અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડાનો પુત્ર રાજદીપસિંહ રીબડા હવામાં ફાયરિંગ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અનિરૂદ્ધસિંહ રીબડા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને હાલમાં જ કોઇ ગુનામાં તેમની સામે આંગળી ચીંધવામાં આવી હતી. આ સાથે અમદાવાદમાં હવામાં ફાયરિંગ કરતો વધુ એક વીડિયો વાયરલ થતાં અમદાવાદ પોલીસ સામે મોટો પડકાર ઉભો થયો છે.

જુઓ આ સમગ્ર ઘટના પરનો વીડિયો અહેવાલ…