Not Set/ વિશ્વના સૌથી મોટા વિશ્વ ઉમિયાધામ મંદિરના નિર્માણ કાર્યનો સોમવારથી પ્રારંભ

વિશ્વની સૌથી મોટા મંદિરનું નિર્માણ ઇન્ડોર જર્મન ટેક્નોલોજી કરવામાં આવી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યમાં પાંચ વર્ષથી વધુ સમય લાગી શકે છે. ઉમિયા મંદિરની ડીઝાઈન પારંપરિક મંદિરો કરતા વિશેષ છે અને ખાસ જર્મની અને દુબઈની આર્કિટેક્ટ ટીમ ડીઝાઈન કરી રહી છે.

Top Stories Ahmedabad
ઉમિયાધામ નિર્માણ કાર્યનો પ્રારંભ

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાના મંદિરનું નિર્માણ થનાર છે ત્યારે આજથી તેના નિર્માણ કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા ઉમિયામંદિરના નિર્માણકાર્યનો સોમવારથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રારંભના દિવસે પૂજા અર્ચનાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહેશે.

ઉમિયાધામ નિર્માણ કાર્યનો પ્રારંભ

નોંધનીય છે કે, અમદાવાદના જાસપુર ખાતે ઉમિયા માતાના મંદિરનો નિર્માણ માટે 29 ફેબ્રુઆરી 2020ના રોજ શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે. જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને અને તેની ગણના પ્રવાસન સ્થળમાં થાય !

ઉમિયાધામ નિર્માણ કાર્યનો પ્રારંભ

ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી મોટા મંદિરનું નિર્માણ ઇન્ડોર જર્મન ટેક્નોલોજી કરવામાં આવી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યમાં પાંચ વર્ષથી વધુ સમય લાગી શકે છે. ઉમિયા મંદિરની ડીઝાઈન પારંપરિક મંદિરો કરતા વિશેષ છે અને ખાસ જર્મની અને દુબઈની આર્કિટેક્ટ ટીમ ડીઝાઈન કરી રહી છે.

નિર્માણ કાર્યના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા 

  • સવારે ૮ વાગ્યે ભવ્ય શોભાયાત્રા – અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલાં ગંગાજળથી ભરેલાં ૧૦૮ નીધિ કળશ અને ૫૦૦થીવધુ જવેરા સાથે શોભાયાત્રા. ( શોભાયાત્રા શરુ થવાનું સ્થળ: માલાબાર કાઉન્ટી, નિરામ યુનિવર્સિટીની પાછળ)
  • સવારે ૮.૩૦ કલાકે શતચંડી મહાયજ્ઞની શરુઆત
  • ૯.૩૦ કલાકથી શ્રી મહાયંત્ર પુજા
  • ૧૨.૩૦ કલાકથી ૧૦૮ નીધિ કળશનું મંદિર પરિસરમાં પુજન
  • બપોરે ૫ કલાક શ્રી શતચંડી મહાયજ્ઞની પુર્ણાહૂતિ
  • સાંજે ૫.૩૦ કલાકથી મંદિર નિર્માણ કાર્યારંભ સમારોહ ( મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ CM વિજયભાઇ રુપાણી, પૂર્વ DyCM નીતિન પટેલ સહિત મંત્રીઅો અને સંતો અને મહંતો તથા સમાજશ્રેષ્ઠીઅોની હાજરીમાં સમરોહનુ્ આયોજન)
  • સાંજે ૭ કલાકે 31000 દિવડાઅોનો દિપોત્સવ જેમાં મંદિરની આકૃતિના આકારમાં દિવડા પ્રગટાવાશે.