Bollywood/ એવું તો શું કર્યું આમિર ખાને કે, KGF 2 ના એક્ટર યશ અને મેકર્સની માંગવી પડી માફી

ફિલ્મ KGF 2 સાથેની ટક્કર વિશે વાત કરતાં આમિર ખાને કહ્યું હતું કે, ‘સાચું કહું તો હું આ રિલીઝ ડેટ ક્યારેય નહીં લઉં. મને કોઈની ફિલ્મને નુકસાન પહોંચાડવું ખૂબ જ ખરાબ લાગે છે.

Trending Entertainment
આમિર ખાને

બોલિવૂડ અભિનેતા આમિર ખાને થોડા દિવસો પહેલા જ તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ બદલીને કહ્યું કે તે 12 એપ્રિલ, 2022ના રોજ સિનેમાઘરોમાં પ્રવેશ કરશે. આ દિવસે સાઉથ સુપરસ્ટાર યશની મેગા બજેટ ફિલ્મ KGF 2 રિલીઝ થશે. લાલ સિંહ ચઢ્ઢા અને KGF 2 વચ્ચેની ટક્કરે વેપારી પંડિતોની ઊંઘ હરામ કરી દીધી છે. તેમનું માનવું છે કે બે મેગા-બજેટ ફિલ્મોની ટક્કરથી ભારતીય ફિલ્મ ઉદ્યોગને જ નુકસાન થશે.

આ પણ વાંચો : ‘ભેડિયા’થી વરુણ ધવનનો ફર્સ્ટ લુક આવ્યો સામે, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ

આમિર ખાને એક પત્રકાર સાથે વાત કરતા કહ્યું છે કે તે આ ટક્કર માટે માફી માંગે છે અને તે પોતે યશના KGF 2ને પ્રમોટ કરશે. આમિર ખાનના કહેવા પ્રમાણે, ‘પહેલા લોકડાઉન પછી મને ખબર પડી કે ફિલ્મનું VFX કામ સમયસર પૂરું નહીં થાય. આ સ્થિતિમાં મારી પાસે બે વિકલ્પ હતા. કાં તો હું કામ ઝડપથી પૂર્ણ કરી લઉં અથવા ગુણવત્તાયુક્ત કામની રાહ જોઉં. અમે આરામથી કામ કર્યું અને ફિલ્મને ક્રિસમસ 2021 પર રિલીઝ કરવાની યોજના બનાવી પરંતુ પછી બીજું લોકડાઉન આવ્યું. તે પછી અમારે ફરીથી કામ બંધ કરવું પડ્યું.

a 336 2 એવું તો શું કર્યું આમિર ખાને કે, KGF 2 ના એક્ટર યશ અને મેકર્સની માંગવી પડી માફી

ફિલ્મ KGF 2 સાથેની ટક્કર વિશે વાત કરતાં આમિર ખાને કહ્યું હતું કે, ‘સાચું કહું તો હું આ રિલીઝ ડેટ ક્યારેય નહીં લઉં. મને કોઈની ફિલ્મને નુકસાન પહોંચાડવું ખૂબ જ ખરાબ લાગે છે પરંતુ હું લાલ સિંહ ચઢ્ઢામાં પહેલીવાર શીખનું પાત્ર ભજવી રહ્યો છું. આ જ કારણ છે કે અમે બૈસાખીના અવસર પર અમારી ફિલ્મ લાવી રહ્યા છીએ. અમારા મતે, લાલ સિંહ ચઢ્ઢા માટે આ શ્રેષ્ઠ તારીખ છે. આમિર ખાને કહ્યું કે તેણે KGF 2ના નિર્માતાઓ સાથે વાત કરી છે અને તેઓ તેમની સમસ્યા સમજે છે. આમિરના કહેવા પ્રમાણે તે પોતે યશની ફિલ્મનું પ્રમોશન કરશે અને તેને આશા છે કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરશે.

a 336 3 એવું તો શું કર્યું આમિર ખાને કે, KGF 2 ના એક્ટર યશ અને મેકર્સની માંગવી પડી માફી

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાએ કહ્યું- હું અને નિક બેબી પ્લાન કરી રહ્યા છીએ, પણ…

આટલું જ નહીં, આમિર ખાન પહેલા દિવસે થિયેટરમાં યશની ફિલ્મ ‘KGF 2’ જોવા પણ જશે અને તેણે પોતે જ પોતાના ઈન્ટરવ્યુમાં આ માહિતી આપી છે. આમિર ખાને કહ્યું કે તેણે ‘KGF 2’ના કલાકારો અને નિર્માતાઓ સાથે વાત કરી હતી અને તેણે પોતાના નિર્ણય માટે ઘણી વખત તેમની માફી માંગી છે. આ સાથે તેણે યશને વચન આપ્યું હતું કે તે 14 એપ્રિલે તેની ફિલ્મ જોવા માટે થિયેટરમાં જશે.

આ પણ વાંચો :સ્મૃતિ ઈરાનીને ઓળખી ન શક્યા કપિલ શર્મા શોના ગાર્ડ? કેન્દ્રીય મંત્રીએ ગુસ્સામાં કર્યું આવું…

આ પણ વાંચો :અનુપમા સિરિયલમાં રૂપાલી ગાંગુલીની માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી માધવી ગોગટેનું નિધન

આ પણ વાંચો :કંગના રનૌત વિરુદ્ધ નોંધાઈ FIR, ખેડૂતોને કહ્યું ‘ખાલિસ્તાની’