બોલીવુડ / પ્રિયંકા ચોપરાએ કહ્યું- હું અને નિક બેબી પ્લાન કરી રહ્યા છીએ, પણ…

“નિક જોનાસ અને મારી ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. તે 90ના દાયકાના ઘણા પૉપ કલ્ચરના ઉદાહરણોને સમજી શકતો નથી

અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ ચર્ચામાં છે. હવે  પ્રિયંકા તેના નિવેદનના કારણે  વધુ એકવાર ચર્ચામાં છે.  પ્રિયંકાએ પોતાના બેબી પ્લાનિંગ  વિષે વાત કરી બધાને ચોંકાવી ધીધાચે. જયારે હાલમાં જ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પરથી પતિ ની જોનાસ અટક દુર કરતા તેમના બંનેના છુટાછેડાની અફવાહે જોર પકડ્યું હતું. પ્રિયંકાએ 23 નવેમ્બર (મંગળવારે) નેટફ્લિક્સ પર રિલીઝ થયેલા શો ‘ધ જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’માં એવું નિવેદન આપ્યું છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. વાસ્તવમાં, શો દરમિયાન પ્રિયંકાએ પતિ નિક જોનાસ અને તેના પરિવારને સાણસા માં લીધા હતા.  આ શોમાં તેણે નિક સાથે બેબી પ્લાનિંગ વિશે પણ જણાવ્યું છે.

Why did Priyanka Chopra remove her surname on social media?

પ્રિયંકા ચોપરાએ શો ‘ધ જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’ દરમિયાન નિક સાથે બેબી પ્લાનિંગ વિશે કેટલીક વાતો કહી હતી. તેણીએ શોમાં નિકના ભાઈઓનું ઉદાહરણ ટાંકીને મજાક કરી, “અમે એકમાત્ર એવા કપલ છીએ જેમને હજુ સુધી બાળકો નથી થયા. તેથી જ આજે હું બધાને કહેવા માંગુ છું કે નિક અને હું બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.

તે પછી તે નિકને કહે છે, “હું બેબીસીટ કરવા માંગતી નથી, મારો મતલબ છે કે, કોઈ બીજા સાથે લગ્ન કરો.” પ્રિયંકાએ આ બધું શોમાં મજાકમાં કહ્યું, જેનો અર્થ એ છે કે દેખીતી રીતે તે હજુ પણ બાળકના આયોજનને લઈને ગંભીર નથી અને તે માત્ર જીવનને ઉગ્રતાથી જીવવા માંગે છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના લગ્ન 2018માં રાજસ્થાનમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.

Nick Jonas and Priyanka Chopra's Diwali celebration

શોમાં બેબી પ્લાનિંગ પર મજાક કરવા ઉપરાંત, પ્રિયંકાએ પતિ નિક જોનાસ અને તેના ભાઈઓને પણ સાણસામાં લીધા હતા. તેણે આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા સ્ટેજ પર ઉભી છે અને ત્રણેય જોનાસ બ્રધર્સ એક બાજુ બેઠા છે. વીડિયોમાં પ્રિયંકા ચોપરા કહે છે, “હું ખૂબ જ સન્માનિત અને ઉત્સાહિત અનુભવું છું. આજે રાત્રે મારા પતિ નિક જોનાસ અને તેના ભાઈઓને રોસ્ટ કરી રહી છું, જેમના નામ મને ક્યારેય યાદ નથી. હું ભારતની છું, આવો દેશ. જ્યાં સંસ્કૃતિ, સંગીત અને મનોરંજન એટલું સમૃદ્ધ છે, તે સ્પષ્ટપણે જોનાસ બ્રધર્સ માટે બનાવવામાં આવ્યું નથી.”

Priyanka Chopra shuts down split rumours, called herself 'the most famous  Jonas'

પ્રિયંકા ચોપરા આ વિડિયોમાં આગળ કહે છે, “નિક જોનાસ અને મારી ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. તે 90ના દાયકાના ઘણા પૉપ કલ્ચરના ઉદાહરણોને સમજી શકતો નથી અને હું તેને સમજાવું છું. જે  સારું છે, કારણ કે અમે બંને એકબીજાને શીખવે છે. જેમ કે તે મને ટિક ટોકનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવે છે અને હું તેને બતાવું છું કે સફળ અભિનય કારકિર્દી માટે શું જરૂરી છે.”

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ અને જોનાસ બ્રધર્સ નેટફ્લિક્સ પર કોમેડી શો ‘જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’ લઈને આવ્યા છે. આ શોમાં તમામ ભાઈઓ એકબીજાને અલગ-અલગ રીતે રોસ્ટ કરતા અને ટ્રોલ કરતા જોવા મળ્યા છે. આ શોમાં પ્રિયંકા પણ નિક અને તેના ભાઈઓને રોસ્ટ કરતી જોવા મળી હતી. પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી નિકની અટક હટાવી દેવી તે પણ શોના પ્રમોશનનો એક ભાગ હતો. તમને જણાવી દઈએ કે લગ્ન બાદ પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો બાયો બદલીને ‘પ્રિયંકા ચોપરા જોનાસ’ કરી દીધો હતો.

Priyanka Chopra Shuts Down Nick Jonas Divorce Rumors

શો ‘જોન્સ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’માં ત્રણ જોનાસ બ્રધર્સ તેમની પત્નીઓ પ્રિયંકા ચોપરા, સોફી ટર્નર અને ડેનિયલ જોનાસ પણ આ શોમાં જોવા મળ્યા હતા. પ્રિયંકા ચોપરાએ અગાઉ જોનાસ બ્રધર્સ શોને પ્રમોટ કરતી વખતે લખ્યું હતું, “જોનાસ બ્રધર્સને રોસ્ટ થતા જોવા માટે તૈયાર છું. મને હજી પણ મારા હાસ્યમાં મુશ્કેલી આવી રહી છે. 23મી નવેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગના એક દિવસ પછી જ જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ.” પ્રિયંકા તેના નામમાંથી જોનાસ સરનેમ પહેલેથી જ કાઢી નાખ્યું છે.

પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી ‘જોનાસ’ સરનેમ હટાવી દીધી છે
પ્રિયંકાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાંથી તેના નામમાંથી ‘ચોપરા’ અને ‘જોનાસ’ અટક હટાવી દીધી છે. પહેલા અભિનેત્રીનું યુઝરનેમ ‘પ્રિયંકા ચોપરા જોનાસ’ હતું, જે હવે માત્ર ‘પ્રિયંકા’ બની ગયું છે. આમ કર્યા બાદ પ્રિયંકા અને નિક જોનાસના છૂટાછેડાની અટકળો લગાવવામાં આવી રહી હતી. ત્યારબાદ પ્રિયંકાની માતા મધુ ચોપરાએ એક નિવેદનમાં તેમના છૂટાછેડાના સમાચારને ખોટા ગણાવ્યા હતા. આ પછી પ્રિયંકાએ પણ નિક જોનાસના એક વીડિયો પર ટિપ્પણી કરીને છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment