Shubman Gill/ કોણ છે એ અભિનેત્રી જેનું નામ શુભમન ગિલ સાથે જોડાયું, થઇ રહી છે લગ્નની ચર્ચાઓ

ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને ટેલિવિઝન અભિનેત્રી રિદ્ધિમા પંડિતના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લગ્નની ચર્ચાઓથી ફેન્સમાં……

Trending Entertainment
Image 2024 06 01T153309.818 કોણ છે એ અભિનેત્રી જેનું નામ શુભમન ગિલ સાથે જોડાયું, થઇ રહી છે લગ્નની ચર્ચાઓ

Mumbai: ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને ટેલિવિઝન અભિનેત્રી રિદ્ધિમા પંડિતના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લગ્નની ચર્ચાઓથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે રિદ્ધિમા પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અહેવાલોને નકારી કાઢ્યા છે. રિદ્ધિમાએ સ્પષ્ટપણે કહ્યું કે તેના અને શુભમન ગિલ વચ્ચે કોઈ પ્રેમસંબંધ નથી અને ન તો તેમની લગ્નની કોઈ યોજના છે.

ખાનગી મીડિયાના રિપોર્ટ મુજબ, ‘રિદ્ધિમા પંડિતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે, હું સવારે જાગીને સામાન્ય લોકોના ઘણા ફોન આવ્યા, બધા મારા લગ્ન વિશે પૂછતા હતા કે હું કોની સાથે લગ્ન કરું છું? જો મારા જીવનમાં કંઈક મહત્વપૂર્ણ બની રહ્યું છે, તો હું તમને જાતે કહીશ. હાલ આ સમાચારમાં કોઈ સત્યતા દેખાતી નથી.

માહિતી મુજબ તેમના લગ્ન ડિસેમ્બર, 2024માં જયપુરમાં થઈ શકે છે અને ક્રિકેટર શુભમન અને રિદ્ધિમા તેમના લગ્નને ગુપ્ત રાખવા માંગે છે. લગ્નમાં કોઈ ફોન અને મીડિયા કવરેજને મંજૂરી આપવામાં આવશે નહીં.

3 times Shubman Gill was rumored to be dating a popular star

કોણ છે રિદ્ધિમા પંડિત?

Ridhima Pandit : Bio, Wiki, Age, Height, instagram, Ads, Pics - CineTalkers

રિદ્ધિમા પંડિત એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે, જે ટીવી શો “બહુ હમારી રજની કાંત” માં રજનીની ભૂમિકા માટે જાણીતી છે. આ સિવાય અભિનેત્રીએ “ખતરો કે ખિલાડી 9” જેવા રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે અને તે સેકન્ડ રનર અપ હતી. તેણે બિગ બોસ ઓટીટીમાં પણ ભાગ લીધો હતો, જોકે તેની સફર ટૂંકી હતી. આ પછી, રિદ્ધિમા પંડિતે OTT સ્પેસમાં પ્રવેશ કર્યો અને “યો કે હુઆ બ્રો” નામની શ્રેણીનો ભાગ રહી ચુકી છે. તેણે રાઘવ જુયાલ સાથે રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ પણ હોસ્ટ કર્યો હતો.

ક્રિકેટર શુભમન ગિલનું નામ અગાઉ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોડાઈ ચૂક્યું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 આ પણ વાંચો: હાર્દિક-નતાશાના લગ્નમાં પંડિતજી કન્યાદાનની શોધમાં હતા, બાદમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપરે આ જવાબદારી લીધી

 આ પણ વાંચો: તેલુગુ સુપરસ્ટારે અભિનેત્રીને ધક્કો માર્યો, હંસલ મહેતાએ કહ્યું, ‘કોણ છે આ ખરાબ માણસ?’

 આ પણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં જોવા મળ્યો સ્ટાર્સનો મેળાવડો