World Autism Awareness Day/ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ: શા માટે આ દિવસની ઉજવણી કરાય છે…

બાળકને અલગ અલગ થેરાપી આપી શકાય છે. જરૂરુિયાત પ્રમાણે એપ્લાઈડ બિહેવિયર થેરાપી,……..

Trending Lifestyle
Beginners guide to 2024 04 02T092332.573 વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ: શા માટે આ દિવસની ઉજવણી કરાય છે...

વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ : દર વર્ષે 2 એપ્રિલે વિશ્વભરમાં ઓટિઝમ અંગે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે સમાજમાં ઓટીઝમથી પીડિત બાળકો અને પુખ્ત વયના લોકોનાના જીવનમાં સુધારો કરી યોગદાન આપી શકાય તે માટે દુનિયાભરમાં ઓટિઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે વિશ્વ ઓટિઝમ દિવસન થીમ ટકી રહો, સક્ષમ બનો (Surviving to Thriving) જાહેર કરવામાં આવી છે.

4 Autism Therapies You Can Try at Home | Psych Central

ઓટિઝમ એક ન્યુરોલૉજિકલ ડિસઓર્ડર છે, ઓટિઝમ જે બાળકોનું સોશિયલ કોમ્યુનિકેશન સામાન્ય બાળકો કરતાં અલગ પ્રકારનું હોય છે. તેને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર) પણ કહે છે. ઓટિઝમથી પીડિત બાળકોનો વ્યવહાર, વાતચીત કરવાની ક્ષમતા અને શીખવાની રીત, સામાજીક જવાબદારી નિભાવવામાં, વસ્તુઓ સમજવામાં અસમર્થ હોય છે જે અન્ય બાળકોથી અલગ હોય છે. જે ડિસઓર્ડર આજીવન જોવા મળે છે.

કેવી રીતે ઓળખી શકાય?

સામાન્ય રીતે બાળકને મા-બાપ બોલાવે ત્યારે સંતાન બોલે નહીં ત્યારે ઓટિઝમ હોવાની શક્યતા જણાય છે. આ કોઈ ગંભીર રોગ નથી, પરંતુ માતાપિતા જાગૃત થઈ બાળકની કાળજી લે તો બાળકમાં સુધારાની આશા વધી જતી હોય છે.

10 Famous People Who May Have Been on the Autism Spectrum - Kerry Magro

તેના કારણો

ઓટિઝમ એક ન્યુરોલૉજિકલ ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. તેના થવાનું કોઈ એક કારણ જવાબદાર નથી. નિષ્ણાત તબીબોના મતે, પર્યાવરણીય અને આનુવંશિક પરિબળો કદાચ મુખ્ય ભૂમિકા ભઝવે છે. માતાપિતા પાસેથી વારસામાં મળેલા જનીનો (Genes)માં અમુક પ્રકારની ખામીને કારણે બાળકોને આ ડિસઓર્ડર થવાનું જોખમ વધી જાય છે.

Creating social access for autistic children, what does it take? | Braceworks Custom Orthotics

સારવાર

આમ તો તેની કોઈ ચોક્કસ દવા નથી. બાળકને અલગ અલગ થેરાપી આપી શકાય છે. જરૂરુિયાત પ્રમાણે એપ્લાઈડ બિહેવિયર થેરાપી, હાયરબેટિક એનાલિસિસ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી તેમજ સ્પીચ થેરાપી આપી તેનામાં સુધારો કરી શકાય છે.

સેલિબ્રિટિઝ જે ઓટિઝમથી પીડાતા હતા

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

બેન્જામિન ફ્રેન્કલિન

એન્થની હોપકિન્સ

હેન્રી કેવેન્ડિશ

ચાર્લ્સ ડાર્વિન

એમિલિ ડિકન્સ

માઈકલ એન્જેલો

ઈલોન મસ્ક

મેલાઈની સાઈક્સ

સુસાન બોયલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય/ દૂધ, દહીં, પનીર અને છાશનું સેવન આ લોકો માટે ઘાતક નીવડે છે…

આ પણ વાંચોઃ  તમારા માટે/વજન ઘટાડવા માટે શું છે સૌથી શ્રેષ્ઠ કાજુ કે પછી બદામ ? જાણો સેવન વધુ ફાયદાકારક

આ પણ વાંચોઃ  Digestive System Health/આંતરડામાં ગંદકી જમા થાય છે? આ રીતે પાચનક્રિયાને સુધારો