Not Set/ મસૂદ અઝહરની ઓડિયો ક્લિપથી વધુ એકવાર શર્મશાર થયું પાકિસ્તાન

નવી દિલ્હી, દુનિયાભરમાં આતંકીઓ માટે સેફ હેવન ગણાતા પાકિસ્તાનની વધુ એકવાર પોલ ખુલી ગઈ છે. ભારત વિરુધ હંમેશા આતંકી વિરુધી પ્રવત્તિઓમાં શામેલ રહેતા જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની સામે આવેલી એક ઓડિયો ક્લિપમાં પાકિસ્તાનની સાચી નીતિ સામે આવી છે. સામે આવેલી ઓડિયો ક્લિપમાં મસૂદ અઝહર ન માત્ર સયુક્ર રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા સંબોધન વિષે વાત […]

Top Stories World Trending
623271 506503 masood azhar afp મસૂદ અઝહરની ઓડિયો ક્લિપથી વધુ એકવાર શર્મશાર થયું પાકિસ્તાન

નવી દિલ્હી,

દુનિયાભરમાં આતંકીઓ માટે સેફ હેવન ગણાતા પાકિસ્તાનની વધુ એકવાર પોલ ખુલી ગઈ છે. ભારત વિરુધ હંમેશા આતંકી વિરુધી પ્રવત્તિઓમાં શામેલ રહેતા જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની સામે આવેલી એક ઓડિયો ક્લિપમાં પાકિસ્તાનની સાચી નીતિ સામે આવી છે.

સામે આવેલી ઓડિયો ક્લિપમાં મસૂદ અઝહર ન માત્ર સયુક્ર રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા સંબોધન વિષે વાત કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે કાશ્મીરનો રાગ આલોપતા પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પણ સલાહ આપી રહ્યો છે.

ઓડિયો ક્લિપમાં અઝહરે શું કહ્યું ?

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ જણાવી રહ્યો છે કે,  

“આજની મજલિશનો ખુલાસો. આજે કેટલીક વાત દુનિયાની પરિસ્થિતિ પર થશે, મસલન ઉલેમા –એ ઇકરામ વિરુધ કાવતરું, યુએનમાં મસલા એ કાશ્મીરની ગુંજ, ઈરાનની બોખલાહટ.

આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાનના વજીરે ખરીજાની ખુબ પ્રશંશા કરી છે. અમે જ્યાં સરકારની ખોટી નીતિઓની આલોચનાઓ કરીએ છીએ, તે જ સારા કામ માટેની પ્રશંસા પણ કરવી જોઈએ. જેવી રીતે કાશ્મીરની વિવાદની પુરજોશમાં વકાલત, મસલા એ ફિલિસ્તીનની હિમાયત પર પાકિસ્તાનની સરકારની પ્રશંસા જરૂરી છે”.

છેલ્લા ૬ દિવસમાં સામે આવ્યા ૨ વીડિયો

જોવામાં આવે તો, ભારત વિરુધ હંમેશાની માટે ઝેર ઓક્નારા મસૂદ અઝહરનો છેલ્લા ૬ દિવસમાં આ બીજો વીડિયો છે. ૬ દિવસ પહેલા સામે આવેલા ઓડિયોમાં તે ભારત અને પીએમ મોદી વિરુધ આપત્તિજનક ભાષાનો ઉલ્લેખ કર્યો હતો.

મહત્વનું છે કે, સંયુક્ત રાષ્ટ્રની મહાસાભમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના હાથો લપડાક ખાધા બાદ પાકિસ્તાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કાશ્મીર એક એવો વિવાદ છે, જે ૭૦ વર્ષથી માનવતા માટે એક દાગ છે. આ વિવાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાયી શાંતિ હાંસલ કરવા માટે ખલેલ પહોચાડી રહ્યો છે.