Not Set/ તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતનો આ ગામ કોરોનામુક્ત થઈ ગયો

નર્મદા જિલ્લામા કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે.અત્યાર સુધીમાં નર્મદા મા 3615 કોરોનાના કેસો થઈ ચુક્યા છે. અને હવે રોજ હવે 40ની એવરેજથી કેસો મા વધારો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લાના પાંચ તાલુકામા રોજેરોજ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે તંત્ર કોરોના સંક્ર્મણ ઘટાડવા યથાયોગ્ય પ્રયત્ન કરી રહી છે. ત્યારે નાંદોદ તાલુકાનું નાનકડું […]

Gujarat
Coronavirus Pictures 2 તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતનો આ ગામ કોરોનામુક્ત થઈ ગયો

નર્મદા જિલ્લામા કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે.અત્યાર સુધીમાં નર્મદા મા 3615 કોરોનાના કેસો થઈ ચુક્યા છે. અને હવે રોજ હવે 40ની એવરેજથી કેસો મા વધારો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લાના પાંચ તાલુકામા રોજેરોજ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે તંત્ર કોરોના સંક્ર્મણ ઘટાડવા યથાયોગ્ય પ્રયત્ન કરી રહી છે. ત્યારે નાંદોદ તાલુકાનું નાનકડું ગામ બોરીદ્રા ગામ એક એવુ ગામ છે જ્યાં આજની તારીખે ગામમાં એક પણ કોરોનાનો કેસ નથી. અર્થાત આજની તારીખે બોરીદ્રા ગામ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું છે.

આ અંગે ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ જણાવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષથી જ્યારથી કોરોનાની મહામારી જિલ્લામા શરૂ થઈ હતી. ત્યારથી જ અમે ગામ કોરોના સંક્રમિત ન થાય તે માટે જાગૃતિ ના કાર્યક્રમો શરૂ કર્યા હતા. શાળાઓ બંધ હોવાથી ઓન લાઈન શિક્ષણ હું જાતે બાળકો ને આપતો. અમારા ગામ મા નેટનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો હું બાળકો ને ઘરે જઈને કોવીડ ના નિયમો અને સરકારની ગાઈડ લાઈન નો ઉપયોગ કરીને શિક્ષણ આપતો. અને સ્કૂટર પર હરતી ફરતી શાળા ચાલુ કરી કોરોના જાગૃતિ નો સંદેશો આપી. માસ્ક પહેરો, સાબુથી હાથ ધૂવો. સોસીયલ ડિસ્ટન્સ જાળવો, કામ વગર ઘરની બહાર ન નીકળો એની ઘરે ઘરે જઈને સમજૂતી આપતો. અમારા ગ્રામજનો પણજાગૃત બન્યા અને કોવીડ ના નિયમોનું પાલન કર્યું. જેને કારણે ગ્રામ જનો કોરોના સંક્ર્મણથી બચી ગયા. જોકેબોરીદ્રા ગામમાં આજદિન સુધી માત્ર ત્રણ જ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા હતાં. પણ તેઓએ જે તે સમયે સમયસર સારવાર લઇહોમ આઇસોલેટ કરી સારવાર કરતા આજે સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને હવે આજની તારીખે અમારા ગામમા એક પણ કેસ કોરોનાનો નોંધાયો નથી. આજે અમારું આખુ સંપૂર્ણ ગામ કોરોના મુક્ત બની ગયું છે એનો અમને વિશેષ આનંદ છે ઉલબ્ધતાને.