Not Set/ 2003થી ફરાર, ગોધરાકાંડનો, જેહાદી ષડયંત્રમાં સામેલ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખ ઝડપાયો

ગુજરાત ATS-ક્રાઈમબ્રાંચને મળી સફળતા આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ જેહાદી ષડયંત્રમાં સામેલ આતંકીની ધરપકડ અમદાવાદ એરપોર્ટથી કરાઈ ધરપકડ યુવાનોને જેહાદના નામે હતો ફસાવતો સાથીઓને કરતો નાણાંકીય સહાય 2003થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો 16 વર્ષથી યુસુફ જેદાહમાં છુપાયેલો હતો  ગોધરાકાંડ બાદ જેહાદના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં સામેલ આંતકવાદી સકંજામાં આવી […]

Ahmedabad Top Stories Gujarat
abdul wahab shekh terrorist 2003થી ફરાર, ગોધરાકાંડનો, જેહાદી ષડયંત્રમાં સામેલ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખ ઝડપાયો
  • ગુજરાત ATS-ક્રાઈમબ્રાંચને મળી સફળતા
  • આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ
  • જેહાદી ષડયંત્રમાં સામેલ આતંકીની ધરપકડ
  • અમદાવાદ એરપોર્ટથી કરાઈ ધરપકડ
  • યુવાનોને જેહાદના નામે હતો ફસાવતો
  • સાથીઓને કરતો નાણાંકીય સહાય
  • 2003થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો
  • 16 વર્ષથી યુસુફ જેદાહમાં છુપાયેલો હતો 

ગોધરાકાંડ બાદ જેહાદના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં સામેલ આંતકવાદી સકંજામાં આવી ચુક્યો છે. યુસુફ અબ્દુલ વહાબ શેખને અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને એટીએસની ટીમે અમદાવાદ એરપોર્ટથી ઝડપી લીધો હતો. સાઉદી અરબથી ભારત પરત ફરી રહ્યો હોવાની બાતમીના આધારે સુરક્ષા એજન્સીએ યુસુફની ધરપકડ કરી હતી.

ક્રાઈમબ્રાંચના સકંજામાં સપડાઇ ગયેલો આ આતંકી જેવો નિર્દોશ દેખાઈ રહ્યો છે, તેવો બિલકુલ નથી. પરંતુ વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ સંખ્યા બંધ લોકોને જેહાદના નામે પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પમાં મોકલવાના ષડયંત્રમાં આ જ આતંકી સામેલ હતો. યુસુફ અબ્દુલ વહાબ શેખ 2003થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો. જો કે, આંતકી ભારત પરત ફરતા જ હાલ ક્રાઈમબ્રાંચનાં સકંજામાં આવી ચુક્યો છે.

યુસુફ શેખ પાકિસ્તાનની આઈએસઆઈ, લશ્કર એ તોયબા અને જૈસ એ મોહમદની મદદ કરીને જેહાદી ષડયંત્ર કરી હિન્દુ નેતાઓની હત્યા કરીને બદલો લઈ આતંક ફેલાવોતો હતો. 2003માં 82 લોકો વિરૂધ્ધ ગુનો નોઁધાયો હતો. જેમાંથી 12થી વધારે આરોપીઓ ફરાર હતા. જ્યારે કેટલાક વિદેશ ભાગવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત આંતકી, હરેન પંડ્યા, જયદીપ પટેલ પર હુમલામાં સામેલ હતો. હરેન પંડ્યાની હત્યા બાદ વીએચપીના જયદીય પટેલ અને જગદીશ તિવારીને ગોળી મારી હતી, પરંતુ જીવલેણ હુમલા છતાં બંનેનો જીવ બચી ગયો હતો.

આપણ જુઓ વોન્ટેડ આતંકી શેખની ધરપકડ

યુસુફ અબ્દુલ વહાબ શેખ, અમદાવાદમાં રહેલા તેના સાથીઓને નાળાકીય મદદ કરતો હતો. છેલ્લા 16 વર્ષથી યુસુફ જેદાહમાં કાપડનો વેપાર કરતો હતો. પરંતુ આજે સવારે તે જેદાહથી જુહાપુરા રેહતા તેના પરિવારને મળવા આવવાનો છે, તેવી બાતમી ATS અને ક્રાઇમબ્રાંચને મળતા બંને તપાસ એજન્સીઓએ યુસુફને અમદાવાદ ઐરપોટ પરથી ઝડપી પડ્યો હતો .

ગુજરાત સરકાર અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાત ATS અને ક્રાઇમબ્રાંચને, તેમ બંને તપાસ એજન્સીઓને બિરદાવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનાં વખાણ પણ કરવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.