Not Set/ #INDvAUS : મેલબર્નમાં વિકેટની સિક્સર સાથે ચહલે આ રેકોર્ડની કરી બરાબરી

મેલબર્ન, મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલની ફિરકીમાં ફસાઈ જતા ૨૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગયા છે. ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમે પ્રથમ ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય એક તબક્કે યોગ્ય પુરવાર થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં પોતાની […]

Trending Sports
DxK l AUUAAy6aN #INDvAUS : મેલબર્નમાં વિકેટની સિક્સર સાથે ચહલે આ રેકોર્ડની કરી બરાબરી

મેલબર્ન,

મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલની ફિરકીમાં ફસાઈ જતા ૨૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગયા છે.

ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમે પ્રથમ ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય એક તબક્કે યોગ્ય પુરવાર થયો છે.

#INDvAUS : મેલબર્નમાં વિકેટની સિક્સર સાથે ચહલે આ રેકોર્ડની કરી બરાબરી

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ચહલે માત્ર ૪૨ રન આપીને ૬ વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે જ ભારતીય સ્પિનરે ઓસ્ટ્રેલિયાની ધરતી પર બેસ્ટ બોલિંગ કરવાના મામલે પોતાના જ હમવતની ઝડપી બોલર અજીત અગરકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

આ પહેલા વર્ષ ૨૦૦૪માં મેલબર્નમાં અજીત અગરકરે ૪૨ રન આપીને ૬ વી કેટ ઝડપી હતી.

આ ઉપરાંત યુજ્વેન્દ્ર ચહલે આં શાનદાર પરફોર્મન્સ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે એક ભારતીય સ્પિનર તરીકે સર્વશ્રેષ્ઠ બોલિંગનો એક રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વર્ષ ૧૯૯૧માં પર્થ ખાતે રમાયેલી વન-ડેમાં ૧૫ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી.