Not Set/ શહેરમાં શાકભાજીની અાવક ૫૦ ટકા અોછી ભાવ ઘટવાની શક્યતા નહીવત

પહેલાં વરસાદ ખેંચાતાં શાકભાજીના ભાવ આસમાને હતા અને હવે અતિભારે વરસાદના કારણે શાકભાજીનો પાક કોહવાઈ જતાં ભાવ આસમાને પહોંચ્યા છે. સરવાળે ગૃિહણીઓનાં બજેટ ખોરવાયાં છે. શ્રાવણની શરૂઆત અને તહેવારોની સિઝન નજીક છે ત્યારે ગૃહિણીઓએ મોંઘા ભાવનાં શાકભાજી ખરીદ કરવાની ફરજ પડશે. હજુ નવાં શાકભાજીનો સ્ટોક બજારમાં આવતાં હજુ એક મહિનો લાગશે. તેથી ગૃહિણીઓએ સામાન્ય ભાવે […]

Gujarat
download શહેરમાં શાકભાજીની અાવક ૫૦ ટકા અોછી ભાવ ઘટવાની શક્યતા નહીવત

પહેલાં વરસાદ ખેંચાતાં શાકભાજીના ભાવ આસમાને હતા અને હવે અતિભારે વરસાદના કારણે શાકભાજીનો પાક કોહવાઈ જતાં ભાવ આસમાને પહોંચ્યા છે. સરવાળે ગૃિહણીઓનાં બજેટ ખોરવાયાં છે. શ્રાવણની શરૂઆત અને તહેવારોની સિઝન નજીક છે ત્યારે ગૃહિણીઓએ મોંઘા ભાવનાં શાકભાજી ખરીદ કરવાની ફરજ પડશે. હજુ નવાં શાકભાજીનો સ્ટોક બજારમાં આવતાં હજુ એક મહિનો લાગશે. તેથી ગૃહિણીઓએ સામાન્ય ભાવે શાકભાજી ખરીદવા મહિનો રાહ જોવી પડશે.શહેરનું શાકભાજી બજાર ભડકે બળી રહ્યું છે. ટામેટાંના ભાવ વધીને 130 થઈ ગયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પગલે શાકભાજીના વાવેતરને નુકસાન થયું છે. ખેતરોમાં પાક ધોવાઈ ગયો છે, જેના કારણે શાકભાજીની આવકનો પુરવઠો 50 ટકા ઘટી જતાં ભાવ આસમાને પહોંચ્યા છે.આ અંગે એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે વરસાદના કારણે પાકને નુકસાન થવા ઉપરાંત બીજા રાજ્યમાંથી થતી ટામેટાં સહિતની આવકમાં ઘટાડો તો થયો જ છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે તેથી મોંઘાં પડે છે. નવાં શાકભાજી આવતાં મહિનાથી વધુ સમય લાગી શકે છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતથી દૈનિક ટામેટાંની ટ્રકની આયાત 35 ટ્રક જેટલી હતી તે ઘટીને 12 થઈ છે. ટામેટાં જ નહીં, મરચાં અને કોથમીરના ભાવ પણ પ્રતિકિલો રૂ. 200એ પહોંચ્યા છે.