Attempt suicide/ રાજકોટમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો હોસ્ટેલમાં આપઘાત, પોલીસ તપાસ શરુ

રાજકોટની એક શાળામાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટના ખંભાળા ખાતે આવેલી સ્કુલના વિદ્યાર્થીએ અચાનક આવું પગલું

Rajkot Gujarat
11 students studying science in Rajkot committed suicide in hostel, police investigation started
  • રાજકોટ: સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત
  • ખંભાળા ખાતે સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત
  • રીસેસમાં રૂમમાં ગયા બાદ આત્મહત્યા કરી લીધી

રાજકોટની એક શાળામાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટના ખંભાળા ખાતે આવેલી સ્કુલના વિદ્યાર્થીએ અચાનક આવું પગલું ભરતા ચકચાર મચી ગઈ હતી. આ વિદ્યાર્થીનું નામ રિધમ રોજાસરા હોવાનું સામે આવ્યું છે જે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

રીધમ હોસ્ટેલમાં જ રહેતો હતો પરંતુ અચાનક તેને આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી અકબંધ છે. પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોચી ગઈ હતી, અને વધુ તપાસ હાથ ધરી હતી. તેના મિત્રો અને આસપાસ રહેતા વિદ્યાર્થીઓ સાથે વાતચિત કરતા જાણવા મળ્યું કે રીસેસનો સમય હતો અને ત્યારબાદ બધા પોતપોતાના રૂમમાં ગયા અને કેટલાક નાસ્તો કરવા ગયા હતા.

પરંતુ કોને ખબર હતી કે રિધમના મગજમાં શું ચાલી રહ્યું છે, તેને રીસેસ પડતા જ તે તેના રૂમમાં દોડી ગયો હતો, અને ત્યારબાદ તેને ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ વાતનો ખ્યાલ આવતા જ તેના મિત્રો અને શાળાના તમામ લોકોમાં સરેરાટી વ્યાપી ગઈ હતી.

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ હજુ તે અંકબંધ છે કે વિદ્યાર્થીએ આ પગલું કયા કારણોસર ભર્યું હતું. આ ઉપરાંત તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે મૃતક વિદ્યાર્થીની માતા પણ આ જ શાળામાં શિક્ષિકા છે. તો બીજી તરફ વિદ્યાર્થીએ આપઘાત કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

આ ઉપરાંત ગઈકાલે સુરત શહેરને હચ મચાવનારી એક ઘટના પાલનપુર પાટિયા વિસ્તારમાં સામે આવી છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટની C વીંગમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને નોંધ પણ મળી આવી હતી. જેમાં પરિવારના સભ્યોના સામૂહિક આઘાતનું કારણ આર્થિક સંકણામણ હોવાનું સામે આવી રહ્યું છે. તથા બીજું એક કારણ તાંત્રિક વિદ્યા કરતા હોવાનું પણ સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો હોસ્ટેલમાં આપઘાત, પોલીસ તપાસ શરુ


આ પણ વાંચો:Murder/Murder: ભાવનગરમાં લુખ્ખાતત્વો બેફામ, રોડ પર છરીના ઘા ઝીંકી વેપારીની હત્યા

આ પણ વાંચો:Surat/સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ જિંદગી બુઝાઈ

આ પણ વાંચો:મોટા સમાચાર/સામુહિક આપઘાત મુદ્દે સૌથી મોટા સમાચાર, સામુહિક આપઘાતની ઘટનામાં તાંત્રિક વિધિનું કનેક્શન…?

આ પણ વાંચો:Scam/આણંદમાંથી બનાવટી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું