air india action/ નશામાં ધૂત પાયલોટે ફૂકેટથી ભારતની ઈન્ટરનેશનલ ફ્લાઈટની ભરી ઉડાન, એર ઇન્ડિયાએ પાયલોટની કરી હકાલપટ્ટી

એર ઇન્ડિયાના પાયલોટે નશાની હાલતમાં ઇન્ટરનેશનલ ફલાઈટ ચલાવી. એર ઇન્ડિયાની આ ફલાઈટ ફૂકેટથી ભારત પરત ફરી રહી હતી.

Top Stories India
Beginners guide to 2024 03 28T163118.555 નશામાં ધૂત પાયલોટે ફૂકેટથી ભારતની ઈન્ટરનેશનલ ફ્લાઈટની ભરી ઉડાન, એર ઇન્ડિયાએ પાયલોટની કરી હકાલપટ્ટી

એર ઇન્ડિયાના પાયલોટે નશાની હાલતમાં ઇન્ટરનેશનલ ફલાઈટ ચલાવી. એર ઇન્ડિયાની આ ફલાઈટ ફૂકેટથી ભારત પરત ફરી રહી હતી. ત્યારે ફલાઈટ ભારતમાં ટેક ઓફ થયા બાદ પાઈલટ નશામાં ધૂત જોવા મળ્યો હતો. એર ઇન્ડીયાએ નશો કરનાર પાયલોટની નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ એર ઇન્ડિયાની ઇન્ટરનેશન ફલાઈટ ફૂકેટથી ભારત પરત આવી રહી હતી. ફ્લાઇટનો પાયલોટ દારૂનું સેવન કરી ફલાઈટનું સંચાલન કરી રહ્યો હતો. જ્યારે ફલાઈટ ભારત પંહોચી ત્યાર બાદ પાયલોટનું દારૂના સેવન માટે સકારાત્મક પરીક્ષણમાં આવ્યું હતું. પાયલોટનો બ્રેથલાઈઝર (BA) ટેસ્ટ આપવામાં આવ્યો હતો. પાયલોટે થાઈલેન્ડના ફૂકેટથી દિલ્હીની ફ્લાઈટનું સંચાલન કર્યું હતું.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું, “અમે આ બાબતો માટે શૂન્ય સહનશીલતા ધરાવીએ છીએ. અમે પાયલોટ સામે કડક પગલાં લીધા છે. માત્ર તેની સેવા સમાપ્ત કરી નથી, પરંતુ આ મામલે પાયલોટ સામે FIR દાખલ કરવાની વિચારણા કરી રહ્યા છીએ. કારણ કે પાયલોટ દારૂના પ્રભાવમાં હતો. “દારૂના પ્રભાવ હેઠળ ફલાઈટનું સંચાલન કરવું એ ગુનાહિત કૃત્ય છે.” ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના કેપ્ટનની ટીમ પર ઘણીવાર પોસ્ટ-ફ્લાઇટ ટેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યાં સામાન્ય રીતે પ્લેનમાં દારૂ પીરસવામાં આવે છે. જો કે, ડોમેસ્ટિક ફ્લાઇટ ક્રૂ માટે, ફ્લાઇટ પહેલાં બીએ ટેસ્ટ લેવામાં આવે છે કારણ કે ભારતમાં કાર્યરત ફ્લાઇટ્સ પર આલ્કોહોલ પીરસવામાં આવતો નથી અથવા વેચવામાં આવતો નથી.

જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત બ્રેથલાઈઝર ટેસ્ટમાં નિષ્ફળ જાય, તો તે વ્યક્તિનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. જો લાયસન્સ બીજી વખત ફેઈલ થાય તો લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. જો તે જ વ્યક્તિ ત્રીજી વખત પકડાય તો તેનું લાઇસન્સ કાયમ માટે રદ કરી દેવામાં આવે છે. એર ઇન્ડિયાએ નશાની હાલતમાં ફલાઈટનું સંચાલન કરનાર પાયલોટ સામે કડક કાર્યવાહી કરતા હકાલપટ્ટી કરી છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે ફલાઈટમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ તમામનો વિશ્વાસ એકમાત્ર પાયલોટ ઉપર હોય છે. આથી કોઈપણ પાયલોટની જવાબદારી બને છે કે તે મુસાફરો અને તેમના ક્રૂમેમ્બર્સની સુરક્ષાનું ધ્યાન રાખે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને માટે માટે એર ઇન્ડિયાએ દાખલો બેસાડવા પાયલોટ સામે આકરા પગલા લીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત/ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો: surat crime news/સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: sucide/બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત