પાટણ/ ચાણસ્મા હાઈવે પર સ્વિફ્ટ કાર-ટેન્કર વચ્ચે અકસ્માત, બાળકી સહિત 3 લોકોના મોત

ચાણસ્મા-મહેસાણા હાઈવે પર એક્ટિવા ચાલકને બચાવવા જતાં સ્વિફ્ટ કાર-ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં એક બાળકી સહિત કુલ 3 ના ઘટના સ્થળે જ મોત

Gujarat Others
અકસ્માત

રાજ્યમાંથી ઘણીવાર એકસીડન્ટની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ પાટણ ચાણસ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.અહીં  સ્વિફ્ટ કાર-ટેન્કર વચ્ચે ટક્કરમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યાં છે.

આ મામલે મળતી માહિતી અનુસર, ચાણસ્મા-મહેસાણા હાઈવે પર એક્ટિવા ચાલકને બચાવવા જતાં સ્વિફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં કારમાં સવાર એક બાળકી સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો :રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 લોકો ગંભીર રીતે દાઝ્યા

આ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ, પરિવારના ત્રણ સદસ્યો ગુમાવવાથી પરિજનોમાં માતમ છવાયો હતો.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે જુનાગઢના મેંદરડા હાઈવે પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં કાર અને બાઈક બંનેના કચ્ચરઘાણ વળી ગયા હતા. બનાવને પગલે પોલીસે અકસ્માતે મોત સંદર્ભમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : કચ્છમાં અંધશ્રદ્ધાનું ભયાનક રૂપ દેખાયું, 6 લોકોના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યાં

આ રોડ પર ડિવાઈડર નથી અને રોડ પર વાહનો પણ બેફામ જતા હોય છે. અહીં આ રોડ પર એક સ્વીફ્ટ કારે બાઈક સવાર દંપત્તીને અડફેટે લઈ લીધા હતા. જેમાં મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી પરંતુ તેમના પતિનું મૃત્યુ થયું હતું. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી જ્યારે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે ખસેડાયા હતા.

હાઇવે પર એક સ્વિફ્ટ કાર સાથે બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. બાઇક સવાર આ દંપતિને સ્વીફ્ટ ચાલકે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યારે મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :લીંબડીમાં ખુલ્લેઆમ દારૂની પોટલીની હેરાફેરીનો વીડિયો ફરતો થયો

ભોગ બનનાર દંપતિ GJ-3N-4463 નંબરની મોટર સાયકલ પર સવાર હતું. બાઈકનો સ્વિફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. જો કે, આ સ્વિફ્ટ કારમાં કેટલા મુસાફરો હતો તેમજ તે જાણી શકાયું નથી પણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :ચોટીલામાં આજે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 5મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટેની પરીક્ષાનો શુભારંભ