ઉજ્જૈન/  પતિને મહિને પાંચ હજાર ભરણપોષણ આપવા પત્નીને કોર્ટનો આદેશ

છુટાછેડાના કેસમાં ભરણપોષણની માંગણી કરવામાં આવે છે. પત્નીથી અલગ થયા બાદ પતિને દર મહિને તેને કેટલીક રકમ આપવી પડે છે. જેથી પત્ની તેનો ખર્ચ કાઢી શકે.

Top Stories India
YouTube Thumbnail 40 1  પતિને મહિને પાંચ હજાર ભરણપોષણ આપવા પત્નીને કોર્ટનો આદેશ

@નિકુંજ પટેલ

2020ની સાલમાં ઉજ્જૈનના રહેવાસી અમનની એક કોમન ફ્રેન્ડ મારફતે નંદીની નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. નંદીનીએ અમનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, એમ અરજકર્તા અમન કુમારના વકીલ મનીષ જરોલેએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છુટાછેડાના કેસમાં ભરણપોષણની માંગણી કરવામાં આવે છે. પત્નીથી અલગ થયા બાદ પતિને દર મહિને તેને કેટલીક રકમ આપવી પડે છે. જેથી પત્ની તેનો ખર્ચ કાઢી શકે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંની ફેમીલી કોર્ટે બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાને છુટાછેડા આપ્યા બાદ પોતાના 12 મું પાસ પતિને રૂ. 5000 મહિને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે ગુરૂવારે આ ફેંસલો 23 વર્ષના અમન કુમારની અરજીનો હવાલો આપતા સંભળાવ્યો હતો કે તેને તેની પત્નીને કારણે અભ્યાસ છોડવો પડ્યો હતો. અમન બેકાર છે પરંતુ તેની 22 વર્ષની પત્ની ગ્રેજ્યુએટ છે અને ઈન્દોરમાં એક બ્યુટી પાર્લર ચલાવે છે.

અરજકર્તા અમન કુમારના વકીલ મનીષ જરોલેએ જણાવ્યું કે 2020માં ઉજ્જૈનના રહેવાસી અમનની એક કોમન ફ્રેન્ડ દ્વારા નંદીની સાથે મિત્રતા થઈ હતી. નંદીનીએ અમન સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે અમન તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો ન હતો. પરંતુ નંદીનીએ તેને આપઘાત કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ જુલાઈ 2021માં તેમણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. બાદમાં તેઓ ઈન્દોરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા.

અમને પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ નંદીની અને તેના પરિવારે તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત તેને અભ્યાસ પણ ચાલુ રાખવા દીધો ન હતો. લગ્નના બે મહિના બાદ સપ્ટેમ્બરમાં નંદીનીને છોડીને અમન પોતાના માતા પિતાના ઘરે જતો રહ્યો હતો.

પોતાના ઘરેથી ચાલ્યા ગયા બાદ નંદીનીએ પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની ફરિયાદ નોંધાવી. અમને પણ એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ડિસેમ્બર 2023માં છુટાછેડા અને ભરણપોષણ માટે ફેમીલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દરમિયાન નંદીનીએ ઈન્દોરમાં અમન વિરૂધ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. પરંતુ કોર્ટ સામે તેણે કહ્યું કે તે અમન સાથે રહેવા માંગે છે.

અમનના વકીલે જણાવ્યું કે નંદીનીએ કોર્ટ સામે જુઠ્ઠુ કહ્યું હતું કે તે બેકાર છે અને અમન નોકરી કરે છે. કોર્ટે તેની અરજી રદ્દ કરી દીધી હતી કારણકે તેના નિવેદનોમાં અનેક વિરોધાભાસ હતા.

વકીલ મનીષ જરોલેએ કહ્યું કે આ એક અજીબ મામલો છે. આ કેસમાં કોર્ટે નંદીનીને કેસના ખર્ચ પેટે વધારાની રકમ પણ આપવા કહ્યું હતું. નંદીની અને તેના પરિવારે અમન સાથે  ગુનાકીય કૃત્ય કર્યું હતું. જોકે નંદીનીએ કહ્યું કે તે પોતાનું લગ્નજીવન બચાવવા માંગતી હતી તેને પગલે તેણે તમામ વાતો જણાવી ન હતી. પરંતુ તે હવે આ ફેંસલાને ઉપરની કોર્ટમાં પડકારશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…

આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત