ગુજરાત/ જામનગરમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો, આરોગ્ય તંત્રમાં મચી દોડધામ

જામનગર શહેરની જી.જી હોસ્પિટલમાં હાલ બાળ દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. બાળકોમાં ઓરીના કેસમાં વધારો નોંધાયો છે. ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થતાં તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક બે નવા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જેનાથી એક પલંગ પર એક જ દર્દી રહી શકે. હાલ આ વોર્ડ કાર્યરત કરાતાં બાળદર્દીઓને તેમાં શીફટ કરવામાં આવ્યા છે, એક વોર્ડ સ્પેશિયલ ઓરીના બાળદર્દીઓ માટે રાખવામાં આવ્યો છે

Gujarat Others
ઓરીના કેસમાં

જામનગર શહેરની જી.જી હોસ્પિટલમાં હાલ બાળ દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. બાળકોમાં ઓરીના કેસમાં વધારો નોંધાયો છે. ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થતાં તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક બે નવા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જેનાથી એક પલંગ પર એક જ દર્દી રહી શકે. હાલ આ વોર્ડ કાર્યરત કરાતાં બાળદર્દીઓને તેમાં શીફટ કરવામાં આવ્યા છે, એક વોર્ડ સ્પેશિયલ ઓરીના બાળદર્દીઓ માટે રાખવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં આવેલી સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ જી.જી.માં બાળદર્દીઓનો રાફડો ફાટતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા બાળદર્દીઓનો રાફડો ફાટયો હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા હતા, જેમાં એક પલંગ પર બે-ત્રણ બાળકોનેસાથે સારવાર આપવામાં આવી રહી હતી. જે બાદ બીજા જ દિવસે આ બાળકોમાં ચિંતાજનક રીતે ઓરીના કેસોનું પ્રમાણ વધતું હોવાનું સામે આવતા તંત્ર ચોંકી ઉઠયું હતું. જે બાદ તાત્કાલિક ધોરણે બે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

જી.જી. હોસ્પિટલમાં હજુપણ બાળદર્દીઓની સંખ્યા ઘણી વધુ છે, 236 જેટલા બાળદર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જયારે ઓપીડી કેસમાં પણ બાળકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જો કે જે બાળકોની હાલત ચિંતાજનક જણાય તેને દાખલ કરવામાં આવે છે, નોર્મલ બાળકોને દવા આપીને રજા આપી દેવામાં આવી રહી છે. ઓરી માટે શરૂ કરાયેલ સ્પેશિયલ વોર્ડ માં હાલ 21 જેટલા બાળદર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અન્ય વોર્ડમાં બાળદર્દીઓના પ્રમાણમાં ઘટાડો નોંધાય તેમજ યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે.

ઓરીના કારણે બાળદર્દીમાં નોંધાય રહેલા સતત વધારાને કારણે તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. સતત VADHઇ રહેલા ઓરીના કેસને ધ્યાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. એક પલંગ પર બબ્બે બાળદર્દીઓને આપવામાં આવતી સારવાર બાદ તંત્ર દ્વારા બે નવા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે વોર્ડ ઊભા કરાતા એક પલંગ પર એક જ દર્દી સારવાર લઈ રહ્યું છે. જી.જી. હોસ્પિટલ તંત્ર હવે બાળકો માટે સફાળું જાગ્યું છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા બાળદર્દીઓનો રાફડો ફાટયો હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા હતા, જેમાં એક પલંગ પર બે-ત્રણ બાળકોને ભેગી સારવાર આપવામાં આવી રહી હતી. તેના બીજા જ દિવસે આ બાળકોમાં ચિંતાજનક રીતે ઓરીના કેસોનું પ્રમાણ હોવાનું બહાર આવતા તંત્ર ચોંકી ઉઠયું હતું અને મીડિયા અહેવાલો બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જે બાદ તાત્કાલિક બે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

જી.જી. હોસ્પિટલમાં હજુપણ વાતાવરણને લઇને બાળદર્દીઓની સંખ્યા ઘણી વધુ છે, 236 જેટલા બાળદર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જયારે ઓપીડી કેસમાં પણ અસંખ્ય બાળકો આવે છે, જે બાળકોની હાલત ખરાબ કે ચિંતાજનક હોય છે તેને દાખલ કરવામાં આવે છે, નોર્મલ બાળકોને દવા આપીને રજા આપી દેવામાં આવી રહી છે.

જી.જી. હોસ્પિટલમાં બાળદર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને લઇ તંત્ર દ્વારા બે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે, જેથી એક પલંગ પર બે બાળકો નહી રહી શકે, આ ઉપરાંત ઓરી માટેનો સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે, જેમાં હાલ 21 જેટલા બાળદર્દીઓ સારવાર લઇ રહ્યા છે.  હોસ્પિટલ તંત્ર હવે બાળકો માટે યુદ્ધના ધોરણે કામે લાગી ગયું…જેનાથી અન્ય વોર્ડમાં બાળદર્દીઓનું પ્રમાણ ઘટાડી શકાય અને સૌને યોગ્ય સારવાર મળી શકે.

જી.જી. હોસ્પિટલમાં બે નવા વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા, જેમાં બાળદર્દીઓને શીફટ કરવામાં આવ્યા છે. એક વોર્ડ સ્પેશિયલ ઓરીના બાળદર્દીઓ માટે રાખવામાં આવ્યો છે. આમ જી.જી. હોસ્પિટલ તંત્ર હવે બાળકો માટે યુદ્ધના ધોરણે કામે લાગી ગયું છે.

આ પણ વાંચો:પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છોડ્યા પ્રાણ, બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા

આ પણ વાંચો:રાજકોટમાં મેદાનમાં રમતા બાળકને શ્વાને ભર્યા બચકા, જાણો કેવી છે માસૂમની હાલત

આ પણ વાંચો:રાજુલામાં ખાનગી કંપનીમાં આવેલા મોલમાં ઘૂસ્યો વનનો રાજા, જુઓ વીડિયો

આ પણ વાંચો:અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 6 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ