અમદાવાદ/ અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે, જાણો કયા ઉજવશે ઉત્તરાયણ

અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પર પરિવાર સાથે ગુજરાત આવતા હોય છે. ત્યારે તેઓ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગના ચગાવતા હોય છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 13T140707.164 અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે, જાણો કયા ઉજવશે ઉત્તરાયણ

Ahmedabad News: અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પર પરિવાર સાથે ગુજરાત આવતા હોય છે. ત્યારે તેઓ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગના ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણવાનું નક્કી કર્યું છે.  ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનો કાર્યક્રમ જાહેર થયો છે. ઉતરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2024 ના કાર્યક્રમો આ પ્રમાણે છે.

  • સવારે 10:00 કલાકે જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે
  • સવારે 10:30 કલાકે અમદાવાદના વેજલપુરમાં મનાવશે ઉત્તરાયણ પતંગ મહોત્સવ
  • સાંજે 4:30 કલાકે ગાંધીનગરમાં ઉજવશે ઉત્તરાયણ પતંગ મહોત્સવ
  • સાંજે 5:30 કલાકે અમદાવાદ ના ચાંદલોડિયામાં ઉત્તરાયણ પતંગ ઉત્સવ ની ઉજવણી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વ માટે ગુજરાતાના પ્રવાસે આવશે. અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકરો સાથે કરે છે. આ વર્ષે પણ તે ગુજરાતમાં પોતાના પરિવારના સભ્યો અને કાર્યકરો સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત જગન્નાથ મંદિરમાં પૂજા પણ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી