Pakistan/ ભારત સાથેની મેચ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ માટે માઠા સમાચાર, આ ક્રિકેટરને મળી 12 વર્ષની સજા

એશિયા કપમાં ભારત સામેની મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. નેધરલેન્ડની એક કોર્ટે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરને 12 વર્ષની જેલની સજા ફટકારી છે.

Trending Sports
Pakistani ભારત સાથેની મેચ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ માટે માઠા સમાચાર, આ ક્રિકેટરને મળી 12 વર્ષની સજા

એશિયા કપમાં ભારત સામેની મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. નેધરલેન્ડની એક કોર્ટે પાકિસ્તાની ક્રિકેટરને 12 વર્ષની જેલની સજા ફટકારી છે. ખાલિદ લતીફ પર ડચ નેતા ગ્રીટ વિલ્ડર્સની હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. અહેવાલો અનુસાર, લતીફનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ક્રિકેટરે ગ્રીટ વિલ્ડર્સનું માથું લાવનાર વ્યક્તિને 21 હજાર યુરો આપવાની વાત કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે વાઈલ્ડર્સે 2018માં પયગંબર મોહમ્મદ પર કાર્ટૂન કોમ્પિટિશન યોજવાની વાત કરી હતી. જો કે, વાઇલ્ડર્સની યોજના પ્રકાશમાં આવ્યા પછી, વિરોધ શરૂ થયો અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી. ત્યાર બાદ તેણે સ્પર્ધાનું આયોજન કરવાની ના પાડી દીધી. પછી પાકિસ્તાની ક્રિકેટરે એક વીડિયો જાહેર કર્યો અને વાઈલ્ડર્સનું માથું લાવનાર વ્યક્તિને ઈનામની જાહેરાત કરી.

શું લતીફ સજા ભોગવશે?

આપને જણાવી દઈએ કે ખાલિદ લતીફ આ દિવસોમાં પાકિસ્તાનમાં છે. કેસ નોંધાયા બાદ જ તેઓ પાકિસ્તાન પરત ફર્યા હતા. આ કેસમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન લતીફ એક વખત પણ કોર્ટમાં હાજર થયો ન હતો અને ન તો તેની ક્યારેય આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સજા સંભળાવ્યા બાદ તે પોતાની સજા પૂરી કરશે તેવી આશા ઓછી છે.

આ પણ વાંચો: Asia Cup/ કોહલીએ આ મામલે ક્રિકેટના ભગવાન ‘સચિન તેંડુલકર’ને પાછળ છોડી દીધા

આ પણ વાંચો: Asia Cup/ અરે બાપ રે… કેએલ રાહુલે શાદાબના બોલને રોકેટની જેમ બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો: જુઓ વીડિયો

આ પણ વાંચો: જેતપુર/ મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ: કોળી સમાજના આગેવાનોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ