અમદાવાદ/ દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વાંચો આ સમાચાર

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરેલી સત્તાવાર માહિતી અનુસાર દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફૂટતા ફટાકડાથી મેટ્રો ટ્રેન અને મુસાફરોની સલામતીને અસર થઈ શકે છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 11T124722.546 દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વાંચો આ સમાચાર
  • અમદાવાદ: દિવાળીના દિવસે મેટ્રો વહેલી બંધ થશે
  • આવતીકાલે રાત્રિના 7 વાગ્યા પછી મેટ્રો ટ્રેન રહેશે બંધ
  • યાત્રીઓની સલામતી અને સુરક્ષાને લઇ લેવાયો નિર્ણય

Ahmedabad News: અમદાવાદમાં દિવાળીએ લઈને મેટ્રો ટ્રેનની સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે અમદાવાદ મેટ્રો ટ્રેન સવારના 6:20 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે અને તેથી આ નિર્ણય લેવાયો છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરેલી સત્તાવાર માહિતી અનુસાર દિવાળીના તહેવાર નિમિત્તે જાહેરમાં ફૂટતા ફટાકડાથી મેટ્રો ટ્રેન અને મુસાફરોની સલામતીને અસર થઈ શકે છે. આથી 12 નવેમ્બર 2023, રવિવારના રોજ ફક્ત એક દિવસ માટે મેટ્રો ટ્રેન સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રીના 7:00 વાગ્યા સુધી જ કાર્યકર રહેશે. ઉલ્લેખનિય છે કે, હાલ સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં સવારના 6:30 વાગ્યાથી રાત્રીના 10:00 વાગ્યા સુધી નિયમિતપણે મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહે છે.

ઉલ્લેખનીય છે. કે, ગત વર્ષે પણ દિવાળીના પર્વ પર મેટ્રોમાં મુસાફરી લોકોની પ્રથમ પસંદગી બની હતી. મોટાભાગના લોકોએ ટ્રાન્સપોર્ટ માટે મેટ્રોનો વિકલ્પ પસંદ કરતાં મોટાભાગના મેટ્રો સ્ટેશનો પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. આટલું જ નહીં, મુસાફરોના ધસારાને પગલે વસ્ત્રાલ, ગુરુકુલ સહિતના મેટ્રો સ્ટેશનોમાં બુકિંગ સિસ્ટમ પણ હેંગ થઈ ગઈ હોવાની ફરિયાદ ઉઠી હતી.


whatsapp ad White Font big size 2 4 દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વાંચો આ સમાચાર


આ પણ વાંચો:RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ

આ પણ વાંચો:પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો:સુરતમાં બાળકોની અનોખી પહેલ

આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો