Not Set/ ક્રિસમસની રજા બાદ શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું

ક્રિસમસની રજા બાદ શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 194.48 અંક એટલે કે 0.55 ટકા ઘટીને 35,275.67 પોઈન્ટ પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 46.75 પોઈન્ટ એટલે કે 0.44 ટકા ઘટીને 10,616.75 પોઈન્ટ પર ખૂલ્યો. સોમવારે અમેરિકી માર્કેટમાં ભારે ઉતારછઢાવ જોવા મળ્યાં. આ બધાંની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો ફેડરલ રિઝર્વ પર હુમલો ચાલી રહ્યો છે. ટ્રમ્પ ફેડરલ […]

Business
mantavya 343 ક્રિસમસની રજા બાદ શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું

ક્રિસમસની રજા બાદ શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 194.48 અંક એટલે કે 0.55 ટકા ઘટીને 35,275.67 પોઈન્ટ પર ખૂલ્યો.

જ્યારે નિફ્ટી 46.75 પોઈન્ટ એટલે કે 0.44 ટકા ઘટીને 10,616.75 પોઈન્ટ પર ખૂલ્યો. સોમવારે અમેરિકી માર્કેટમાં ભારે ઉતારછઢાવ જોવા મળ્યાં.

આ બધાંની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો ફેડરલ રિઝર્વ પર હુમલો ચાલી રહ્યો છે. ટ્રમ્પ ફેડરલ રિઝર્વના વડા પોવેલને હટાવવાની કોશિશમાં છે. પોવેલ પર ટ્રમ્પના નિવેદનોને લીધે બજારમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.  30 શેરવાળા સૂચકાંક સેન્સેક્સ પર શરૂઆતી કારોબારમાં ઓએનજીજી, એશિયન પેન્ટ, કોલ ઈન્ડિયાને છોડીને તમામ શેર લાલ નિશાનમાં હતા.

તો નિફ્ટી પર હિંદુસ્તાન પેટ્રોલિયમ, બીપીસીએલ, આઈઓસી, કોલઈન્ડિયા, ઓનએસીજી ટોપ ગેનર્સ રહ્યાં હતા. હિંદુસ્તાન યૂનિલીવર, સનફાર્મા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, વિપ્રો, ઇંડસઇંડ બેન્કના શેર લાલ નિશાનમાં હતા.

સવારે 10 કલાકે સેન્સેક્સ 376.22 પોઈન્ટ ઘટીને 35093.93 પર હતો, તો નિફ્ટી 108 પોઈન્ટના ઘટાડા સાથે 10555.40 પોઈન્ટ પર હતી.