Not Set/ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ પર કેનેડાએ વધુ એક મહિનો લગાવ્યો પ્રતિબંધ

કોવિડના ફેલાવાને રોકવા માટે કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી તમામ મુસાફરોની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધુ 30 દિવસ વધાર્યો છે. હવે આ પ્રતિબંધ 21 જૂન સુધી લાગુ રહેશે. 

Top Stories World
A 273 ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ પર કેનેડાએ વધુ એક મહિનો લગાવ્યો પ્રતિબંધ

કોવિડના ફેલાવાને રોકવા માટે કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી તમામ મુસાફરોની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધુ 30 દિવસ વધાર્યો છે. હવે આ પ્રતિબંધ 21 જૂન સુધી લાગુ રહેશે. અગાઉ આ પ્રતિબંધ 21 મે સુધી લાદવામાં આવ્યો હતો. જો કે, રસી, પી.પી.ઇ. કીટ અને અન્ય જરૂરી ચીજોની સતત શિપમેન્ટ સુનિશ્ચિત કરવા માટે આ પ્રતિબંધ કાર્ગો ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. કેનેડાના પરિવહન પ્રધાન ઓમર અલ્ગબરાએ આની જાહેરાત કરી હતી.

પરિવહન પ્રધાન ઓમર અલ્ગબરાએ જણાવ્યું હતું કે, “કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી મુસાફરોની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 30 દિવસથી 21 જૂન સુધી લંબાવી દીધો છે. આ વર્ષે 22 એપ્રિલે પ્રથમ પ્રતિબંધ જાહેર થયા બાદ પહોંચેલા એરલાઇન્સ મુસાફરો સરેરાશ કોવિડ ચેપમાં ઘટાડો જોવા મળ્યો છે. “

આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, અમદાવાદની આ હોસ્પિટલમાં નોંધાયા 3 કેસ

જ્યારે કેનેડાએ પણ યુએસ સાથેની સરહદ પર બિન-આવશ્યક મુસાફરી પર પ્રતિબંધ 21 જૂન સુધી વધાર્યો છે. વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ગુરુવારે ટિ્‌વટ કર્યું હતું કે, “તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને કોવિડના પ્રસારને મર્યાદિત કરવા માટે અમે હાલમાં વધુ 30 દિવસ માટે પગલાં લંબાવી રહ્યા છીએ. 21 જૂન સુધી અમારા બંને દેશો વચ્ચે બિન-જરૂરી મુસાફરી પર પ્રતિબંધ છે.”

કેનેડા જેવા ઘણા અન્ય દેશોમાં પણ આવી જાહેરાત કરી છે. સંયુક્ત અરબ અમીરાતે ભારતની તમામ ફ્લાઇટને સ્થગિત કરી દીધી છે. બ્રિટનમાં ભારતથી મુસાફરોની પ્રવેશ પણ બંધ છે. આપને જણાવી દઇએ કે, કેનેડામાં ચેપની ત્રીજી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. કેનેડામાં અત્યાર સુધીમાં 13 લાખ 50 હજારથી વધુ લોકોને કોરોના ચેપ લાગ્યો છે. જેમાં 25,111 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો : દુષ્કર્મ મામલે કંગના રનૌતના બોડીગાર્ડ વિરુદ્ધ નોંધાઈ FIR

આ પણ વાંચો :અમદાવાદમાં કોરોનાના કેસોમાં થયો મોટો ઘટાડો, 43 દિવસ બાદ નોંધાયા 1 હજારથી ઓછા કેસ

kalmukho str 18 ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ પર કેનેડાએ વધુ એક મહિનો લગાવ્યો પ્રતિબંધ