અમદાવાદ/ ડાયરામાં દેવી દેવતાઓનું અપમાન, માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ!

ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે.

Ahmedabad Gujarat Trending
Web Story 7 1 ડાયરામાં દેવી દેવતાઓનું અપમાન, માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ!

અમદાવાદઃ રાજ્યમાં હજુ એક વિવાદ થાળે પડ્યો, તા બીજો વિવાદ ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતા અશોક વાઘેલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે.

આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેમના મોબાઈલમાં ફેસબુક પર અપના અડ્ડા નામના ગ્રુપમાં (નરેશ પ્રજાપતિ નામના ઓફિશિયલ પેજ પર) રિલ્સ જોતાં તેમાં લોકકલાકાર માયાભાઈ આહીર દ્વારા હિન્દુ ધર્મના દેવોના દેવ ભગવાન શિવ સહિત માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય આ તમામ દેવોનું હળહળતું અપમાન જોવા મળ્યું હતું.

ભગવાન શિવ વિશે તુકારા અને અપમાનજનક ભભૂતીઓ અને મારો રોયો એવા શબ્દોનો ઉપયોગ કરી જાહેરમાં જોક્સ સંભળાવતા અને સાથે માયાભાઈ આહીરના બાજુમાં જ સ્ટેજ ઉપર બેઠેલ ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પોતે પણ જાહેરમાં ખડખડાટ હસી રહ્યા છે અને માયાભાઈ આહીર દ્વારા જાહેર સ્ટેજ ઉપર ભગવાન શિવનું હળહળતું અપમાન કરાતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.

અશોક વાઘેલાએ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળનો ગુનો દાખલ કરી ફરીયાદ કરવા અરજી કરી છે.

આ પણ વાંચો: Nuh Violence/ મોનુ માનેસરની ધરપકડ, 8 મહિનાથી ફરાર વોન્ટેડ આરોપી કોણ છે જાણો…

આ પણ વાંચો: Violence/ મણિપુરમાં હિંસા યથાવત, કુકી-ઝો સમુદાયના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા

આ પણ વાંચો: Gujarat Assembly/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ‘પેપરલેસ વિધાનસભા’ના પ્રથમ સત્રને સંબોધશે