sports news/ IPL 2024 LIVE: ચેન્નાઈની ટીમે 176 રન કરીને જીત મેળવી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સિઝન આજથી શરૂ થઈ રહી છે.

Sports Trending
WhatsApp Image 2024 03 22 at 6.25.01 PM IPL 2024 LIVE: ચેન્નાઈની ટીમે 176 રન કરીને જીત મેળવી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. સિઝનની પ્રથમ મેચ ગત વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ મેચના અડધા કલાક પહેલા એટલે કે 7.30 વાગ્યે થશે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના નવા કેપ્ટન સાથે પ્રવેશ કરશે. આપને જણાવી દઈએ કે એમએસ ધોનીએ સીએસકેની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી છે. આ મેચ પહેલા, ઓપનિંગ સેરેમની સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમમાં ઘણા મોટા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે, જેમાં અક્ષર કુમાર, ટાઈગર શ્રોફ, સોનુ નિગમ અને એઆર રહેમાન સામેલ છે.

IPL 2024 Opening Ceremony Live Update:

Live Update: 11:55 ચેન્નાઈની ટીમે 176 રન કરીને જીત મેળવી.

RCB ટીમ સામે ચેન્નાઈની ટીમે  રન કરીને જીત મેળવી . RCB ટીમે 173 રન કરીને 174 રનનો લક્ષાંક આપ્યો હતો. અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 176 રન કરીને જીત મેળવી.

Live Update: 11:19 ડેરીલ મિશેલ  22 રન કરીને આઉટ 

ચેન્નાઈ ટીમના ખેલાડી ડેરીલ મિશેલ 18 બોલમાં 22 રન કરીને આઉટ થયા. ચેન્નાઈ ટીમના  4 વિકેટ પર 113 રન.

Live Update: 11:12  અજિંક્ચ રહાણે 19 બોલ પર 27  રન કરીને આઉટ

ચેન્નાઈ ટીમને એક પર એક વિકેટ પડી રહી છે. ત્યારે અજિંક્ચ રહાણે 19 બોલ પર 27  રન કરીને આઉટ. ચેન્નાઈ ટીમના 3 વિકેટ પર 107 રન. ટીમને જીતવા માટે 48 બોલ પર 65 રન કરવા જરૂરી.

Live Update: 11:02 ચેન્નાઈ ટીમની શરુઆતમાં જ 2 વિકેટ

ચેન્નાઈ ટીમની શરુઆતમાં જ 2 વિકેટ. રચિન  રવિન્દ્ર 15 બોલ પર  37 રન કરીને આઉટ. ચેન્નાઈ ટીમની 92 રને 2 વિકેટ,.

Live Update: 10:45 ચેન્નાઈ ટીમને શરૂઆતમાં જ એક ઝટકો

RCB ટીમ સામે ચેન્નાઈ ટીમને શરૂઆતમાં જ એક ઝટકો. રૂતુરાજ ગાયકવાડ 15 બોલ પર 15 રન કરીને આઉટ . RCB ટીમના ફાસ્ટ બોલર યશ દયાલે ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડને આઉટ કર્યા. ચેન્નાઈ ટીમની 61 રને 1 વિકેટ

Live Update: 10:27  ચેન્નાઈ ટીમની બેંટીગ શરૂ

RCB સામે ચેન્નાઈ ટીમની બેંટીગ શરૂ થઇ ગઇ છે. રુતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યા છે.પ્રથમ ઓવરમાં ટીમે કોઈપણ નુકશાન વિના આઠ રન બનાવ્યા છે.

Live Update: 9:49 RCB ની ટીમે ચેન્નાઈને 174 રનનો લક્ષાંક આપ્યો

RCB ટીમે 6 વિકેટ પર  173 રન કર્યા છે. અને ચેન્નાઈની ટીમને 174 રનનો લક્ષાંક આપ્યો  છે.

Live Update: 9:49 RCB ટીમના અનુજ રાવત 48 રને  આઉટ 

બેંગલુરુની ટીમના અનુજ રાવત 25 બોલે 48 રન કરીને આઉટ થયા . RCB ટીમના 173 રને 6 વિકેટ.

Live Update: 9:04 RCB ટીમના 83 રને 5 વિકેટ 

બેંગલુરુ ટીમના કેમેરોન ડોનાલ્ડ ગ્રીન 18 રને આઉટ થયા છે. અને RCB ટીમના 83 રને 5 વિકેટ પડી છે.

Live Update:8:52  RCB ના કેપ્ટન વિરાટ કોહલી 21 રને આઉટ

બેંગલુરુની ટીમને સૌથી મોટો ઝટકો. RCB ના કેપ્ટન વિરાટ કોહલી 21 રને આઉટ . RCB ના 77 રને 4 વિકેટ .

Live Update:8:37  RCB ની 42  રનમાં 3 વિકેટે 

બેંગલુરુએ પાવરપ્લેમાં જ તેના 3 ખતરનાક બોલરોને ગુમાવ્યા છે. 6 ઓવર પછી બેંગલુરુનો સ્કોર 42 રનમાં 3 વિકેટે છે.

Live Update:8:23 RCB ની 2  વિકેટ  

બેંગલોરના ફાફ ડુ પ્લેસિસ 35 રને  અને રજત પાટીદાર  0 રને આઉટ થયા છે.

Live Update:8:19  ચેન્નાઈ સામે RCB બેટિંગ શરૂ

ચેન્નાઈ સામે RCB બેટિંગ શરૂ થઈ ગઈ છે. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા છે.

Live Update:7:50  આરસીબીની પ્લેઈંગ ઈલેવન

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ.

Live Update:7:48 CSKની પ્લેઈંગ ઈલેવન

રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ તિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.

Live Update:7:43 RCB એ જીત્યો ટોસ

RCBએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય

Live Update:7:25  250મી મેચ રમશેCSK

IPL 2024માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસમાં તેની 250મી મેચ રમવા જઈ રહી છે. CSK IPLમાં 250મી મેચ રમનારી ચોથી ટીમ છે.

Live Update:7:15 

Live Update:7:05 IPL 2024ની રંગીન શરૂઆત

CSK અને RCB મેચ પહેલા IPL 2024 ની ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સ ચમક્યા. એઆર રહેમાન, મોહિત ચૌહાણ, નીતિ મોહન, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

Live Update:6:44  ઓપનિંગ સેરેમનીમાં અક્ષય-ટાઈગરનો જાદુ જોવા મળ્યો

IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે પોતાનો જાદુ બતાવ્યો હતો. પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા.

Live Update:6:35 ચેન્નાઈ પિચ રિપોર્ટ

ચેન્નાઈની પિચની વાત કરીએ તો આ પહેલી મેચ હોવાથી પિચ ફ્રેશ હશે. પરંતુ માહિતી મળી છે કે 22 માર્ચે અહીં બેટ્સમેન અને બોલર બંનેને પડકારોનો સામનો કરવો પડશે. જો અત્યાર સુધી જોવામાં આવે તો એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ બોલરો માટે ખાસ કરીને સ્પિનરો માટે ખૂબ જ મદદરૂપ છે. ચેન્નાઈની પીચ પર બોલ ઝડપથી ફરે છે, તેથી બેટ્સમેનો માટે તેમના શોટ સરળતાથી રમવાનું પડકારરૂપ બની જાય છે. આવી સ્થિતિમાં, જો પ્રથમ મેચમાં કોઈ મોટો સ્કોર ન હોય અને બોલરો અહીં કરિશ્મા કરે તો નવાઈ નહીં.

Live Update:6:33

Live Update:6:15 IPL 2024 ની ઓપનિંગ સેરેમની ટૂંક સમયમાં શરૂ થશે.

IPL 2024ની ઓપનિંગ સેરેમની સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. તેમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સોનુ નિગમ અને એઆર રહેમાન જેવા બોલિવૂડ સ્ટાર્સ સામેલ છે.

Live Update:6:01

CSK અને RCBની ટીમો IPL 2024ની શરૂઆતની મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બંને ટીમના ખેલાડીઓ મેદાન પર જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.

Live Update:6:00

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. તેમાં ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….