New Delhi/ દિલ્હી સ્પેશિયલ સેલે કરી મોટી કાર્યવાહી, આતંકી સંગઠન જૈશના 2 આતંકીઓની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે અને દિલ્હીને આતંકવાદના મોટા ષડયંત્રથી બચાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસ પાસે આ બંને આતંકવાદીઓ વિશે ઇનપુટ હતું.

Top Stories India
a 154 દિલ્હી સ્પેશિયલ સેલે કરી મોટી કાર્યવાહી, આતંકી સંગઠન જૈશના 2 આતંકીઓની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે અને દિલ્હીને આતંકવાદના મોટા ષડયંત્રથી બચાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસ પાસે આ બંને આતંકવાદીઓ વિશે ઇનપુટ હતું. સોમવારે રાત્રે 10:15 વાગ્યે, બંને આતંકીઓને સરાયકાલે ખાંના મિલિનિયમ પાર્ક નજીકથી પકડી લેવામાં આવ્યા હતા. તેની ઓળખ બારામુલાના અબ્દુલ લતીફ (22) અને કુપવાડાના મો. અશરફે ખતાના (20)ના રૂપે થઇ છે. પોલીસે જણાવ્યું હતું કે, તેમની પાસેથી કારતુસ સાથે પિસ્તોલ પણ મળી આવી છે.

આપને જણાવી દઈએ કે નવેમ્બરની શરૂઆતમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટા મહાનગરોમાં આતંકવાદી હુમલો થવાની સંભાવના હતી. આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું હતું. જે બાદ દિલ્હીમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી.