સુરત/ ખોટા ડાયમંડ રસ્તા પર ફેકી લોકોને ગેરમાર્ગે દોરનાર સામે પોલીસ કાર્યવાહી થાય તેવી માગણી

બે દિવસ પહેલા સુરતના હીરા ઉદ્યોગનું હબ ગણાતા એવા મીની બજાર ખાતે રસ્તા પર ડાયમંડ વેરાયા હોવાની ઘટના સામે આવી હતી.

Gujarat Surat
Mantavyanews 4 17 ખોટા ડાયમંડ રસ્તા પર ફેકી લોકોને ગેરમાર્ગે દોરનાર સામે પોલીસ કાર્યવાહી થાય તેવી માગણી

@અમિત રૂપાપરા 

સુરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. ત્યારે બે દિવસ પહેલા સુરતના હીરા ઉદ્યોગનું હબ ગણાતા એવા મીની બજાર ખાતે રસ્તા પર ડાયમંડ વેરાયા હોવાની ઘટના સામે આવી હતી. આ ડાયમંડ લેવા માટે લોકોએ પડાપડી પણ કરી હતી. ત્યારે આ ઘટનાને લઈને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડીયાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા ટીખળખોરો સામે કાર્યવાહી કરાઈ તેવી પણ માગણી કરવામાં આવી છે. આ બાબતે ડાયમંડ એસોસિયનને રજૂઆત પણ કરાઇ છે. આ ઉપરાંત ટીખડખોરોની ધરપકડ કરવાની પણ માગણી કરવામાં આવી છે.

રવિવારના રોજ સવારના સમયે સુરતના મીની બજાર વિસ્તારમાં રસ્તા પર એક વેપારીએ મંદીના ત્રાસથી કંટાળીને પોતાની પાસે રહેલા હીરા રસ્તા પર ફેંકી દીધા હોવાની એક વાત રહેતી થઈ હતી. ત્યારબાદ લોકો દ્વારા રસ્તા પર હીરા વીણવા માટે પડાપડી પણ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ દ્વારા હીરાની તપાસ કરતા આ હીરા નકલી હોવાનું સામે આવ્યું હતું. એટલે કે આ હીરા સાડીમાં કે રાખડી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા હીરા હોવાનું જાણવા મળ્યું હતું. આ હીરાને ઝરકનના નામથી ઓળખવામાં આવે છે.

ત્યારે આ ઘટનાને લઈને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, રવિવારના રોજ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં રજા હોય છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી શરૂ હોય છે. તેના જ કારણે કોઈ ટિખળખોર વ્યક્તિ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા માટે પહેલા ઝરકન ડાયમંડ કે જે 200થી 300 રૂપિયાના કિલો મળે છે. તે ડાયમંડ 500 ગ્રામ લઈને રસ્તા પર વેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોકો જ્યારે આ ડાયમંડ વીણતા હતા ત્યારે તેના વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે આવા ટીખળખોળ સામે કાર્યવાહી થવી જોઈએ.

તેમને વધુમાં જણાવ્યું હતું કે આવા ટીખળખોરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે અને આ બાબતે ડાયમંડ એસોસિયન સાથે પણ રજૂઆત કરવામાં આવી છે. મહત્વની વાત છે કે રવિવારના રોજ સુરતના મીની બજાર વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દ્વારા જવાબદારો સામે પોલીસ કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં અન્ય કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી