Not Set/ રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવવા અંગે અભિનેત્રી કંગના રનૌતે આપ્યો આ જવાબ, વાંચો

મુંબઈ રાજકીય અને સામાજિક મુદ્દાઓ અંગે અડગ રહેનારી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે જણાવ્યું હતું કે, “તેમની પાસે રાજકારણમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી. અભિનેત્રીએ કહ્યું, “મને લાગે છે કે રાજકારણને કારકિર્દી તરીકે ન લેવાવું જોઈએ. જો મારી જેમ કોઈ વ્યક્તિ રાજકારણમાં જોડાવા માંગે છે તો પ્રથમ તો તેને ભોતિક સંસારની બધી પીડા અને સુખનો ત્યાગ કરવો પડશે […]

Trending Entertainment
રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવવા અંગે અભિનેત્રી કંગના રનૌતે આપ્યો આ જવાબ, વાંચો

મુંબઈ

રાજકીય અને સામાજિક મુદ્દાઓ અંગે અડગ રહેનારી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે જણાવ્યું હતું કે, “તેમની પાસે રાજકારણમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી. અભિનેત્રીએ કહ્યું, “મને લાગે છે કે રાજકારણને કારકિર્દી તરીકે ન લેવાવું જોઈએ. જો મારી જેમ કોઈ વ્યક્તિ રાજકારણમાં જોડાવા માંગે છે તો પ્રથમ તો તેને ભોતિક સંસારની બધી પીડા અને સુખનો ત્યાગ કરવો પડશે અને સંન્યાસી અથવા બૈરાગી બનવું પડશે.

તેમણે કહ્યું, “જો તમે લોકોની સેવા કરવા માંગતા હો તો તમારે તમારા પરિવારને અને તમારા જીવનની અન્ય વસ્તુઓને છોડવી પડશે. ત્યારબાદ જ હું દેશની સેવા કરવા માટે સક્ષમ થઇ શકીશ અને આ જ હેતુ હોવો જોઈએ.”

કંગનાએ કહ્યું, “મારી કારકિર્દી હવે ખૂબ જ સફળ છે, તેથી હું કોઈ પણ ક્ષેત્રમાં કારકીર્દિને આગળ વધારવા નથી માગતી.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “જો લોકો રાજકારણમાં જવા માંગે છે તો તેઓ તે કરવું જોઈએ, પરંતુ આ માટે તે પ્રથમ બૈરાગ્ય અપનાવવા જોઈએ.”

કંગનાએ બુધવાર રાત્રે “ઇન કન્વરસેશન વિદ ધ મિસ્ટિક 2018” ના સત્ર દરમિયાન સદગુરુ જગ્ગી વાસુદેવની સાથે મીડિયા સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.

કંગનાએ સામાજિક મુદ્દાઓ પર ન સ્ટેન્ડ ન લેવા વાળા બોલિવૂડ સમકક્ષોની પણ ટીકા કરી હતી.

તેઓએ આ અંગે જણાવતા કહ્યું, “મને લાગે છે કે આપણે આપણા દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરવી જોઈએ અને આપણે આ દેશને કેવી રીતે એક કરી શકીએ તે વિચારવું જોઈએ. મારા મોટા ભાગના સમક્ષકના વ્યક્તિઓ આ વિશે વાત કરતા નથી.”

કંગનાએ એક ઘટનાને શેર કરતી વખતે કહ્યું હતું કે, “આ લાંબા સમય પહેલા વાત નથી જ્યારે એક સેલિબ્રિટીએ જણાવ્યું હતું કે, અમારી પાસે પાણી અને વીજળી સમસ્યાઓ નથી, તો પછી આપણે તેના વિશે શા માટે વાત કરવી જોઈએ ?. તમે બોલી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ આમ બોલી શકે નહીં, તમે આ દેશનો ભાગ છો અને તે તમારા વિશે નથી”.

કંગના કહે છે કે, “સફળ કે પ્રસિદ્ધ વ્યક્તિ પાછળ 25 કેમેરા લાગી જાય છે, તેઓ સામાજિક મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છે, ત્યારે તેઓની વાતની અસર વધારે થાય છે.