ભીષણ આગ/ વલસાડના પારડીમાં ભાનુશાળી પેકેજીંગ ફેકટરીમાં આગ, સદનસીબે જાનહાનિ

પારડી ફાયર ફાઈટર ની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે વલસાડ અને અતુલના ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી છે.

Gujarat Vadodara
A 213 વલસાડના પારડીમાં ભાનુશાળી પેકેજીંગ ફેકટરીમાં આગ, સદનસીબે જાનહાનિ

વલસાડની પારડી GIDCમાં આગની ઘટના બની હતી. GIDCમાં આવેલી ભાનુશાળી પેકેજિંગમાં આગ ભભૂકી ઉઠી હતી.કંપનીમાં આગ લાગતાં ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પારડી ફાયર ફાઈટર ની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે વલસાડ અને અતુલના ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

ભાનુશાળી પેકીજીંગ નામની કંપનીમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા કામ કરી રહેલા કર્મચારીઓમાં નાશભાગ મચી હતી. કંપનીના જાગૃત કર્મચારીઓએ તમામ કામદારોને સુરક્ષિત રીતે ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.પેકેજીંગ કંપનીમાં પુઠાનો જથ્થો પડ્યો હોય આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

A 214 વલસાડના પારડીમાં ભાનુશાળી પેકેજીંગ ફેકટરીમાં આગ, સદનસીબે જાનહાનિ

આ પણ વાંચો :વેસ્ટઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સૂચના આપતા મ્યુનિ.કમિશનર  અરોરા

આગની ઘટનાની પારડી ફાયર ફાઈટરની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આગ ઉપર કાબુ મેળવવા માટે અતુલ અને વલસાડ ફાયર ફાઈટરની ટીમની મદદ લેવાઈ છે. વલસાડ, અતુલ, ધરમપુર, વાપી સહિતના વિસ્તારમાંથી કુલ 8 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

A 215 વલસાડના પારડીમાં ભાનુશાળી પેકેજીંગ ફેકટરીમાં આગ, સદનસીબે જાનહાનિ

આ પણ વાંચો : અમે જાહેરાત કરનારી સરકાર નથી, કોરોના પાછળ 5 હજાર કરોડ ખર્ચ કર્યા : CM રૂપાણી

આઠ ફાયર ફાઈટરોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. જો કે, આગ લાગવા પાછળું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો :અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા CM રૂપાણી,પાંચમી વાર થયું સૌભાગ્ય પ્રાપ્ત