Cricket/ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર મુરલી વિજયે લીધો સંન્યાસ, 4 વર્ષ પહેલા રમી હતી છેલ્લી મેચ

મુરલી વિજયે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ 2018માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમી હતી. આ પછી, તે ડિસેમ્બર 2019 માં તમિલનાડુ માટે રણજી ટ્રોફી રમતા પણ જોવા મળ્યો હતો.

Top Stories Sports
મુરલી વિજયે

ભારતના પૂર્વ ઓપનર મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ પહેલા વિજયે એવું કહીને સનસનાટી મચાવી હતી કે BCCI 30 વર્ષથી વધુ ઉંમરના ક્રિકેટરોને 80 વર્ષનો માને છે. મુરલી વિજયે એમ પણ કહ્યું હતું કે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વલણથી કંટાળી ગયો છે અને માત્ર વિદેશમાં જ ક્રિકેટ રમવા માંગે છે. અન્ય એક વિવાદ મુરલી વિજય સાથે જોડાયેલો છે જે તેની અંગત જીવન સાથે જોડાયેલો છે.

મુરલી વિજયે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ 2018માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમી હતી. આ પછી, તે ડિસેમ્બર 2019 માં તમિલનાડુ માટે રણજી ટ્રોફી રમતા પણ જોવા મળ્યો હતો. મુરલીએ ટ્વિટર પર એક પત્ર શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. 2008માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર વિજયે ભારત માટે કુલ 61 ટેસ્ટ મેચ અને 17 વનડે રમી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 9 ટી20 મેચ પણ રમી છે. 2008-09માં, મુરલીની પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ગૌતમ ગંભીરના સ્થાને ટીમમાં ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વિજય 2020 સુધી IPL રમ્યો અને ત્યારથી તે પ્રોફેશનલ ક્રિકેટથી દૂર રહ્યો છે.

મુરલી વિજય-દિનેશ કાર્તિક વિવાદ

મુરલી વિજયની ક્રિકેટ કારકિર્દીએ વળાંક લીધો જ્યારે તેણે સાથી ખેલાડી દિનેશ કાર્તિકની પ્રથમ પત્ની સાથે લગ્ન કર્યા. આ પ્રકરણ પછી ખેલાડીઓમાં મુરલી કાર્તિકને લઈને મતભેદ જોવા મળ્યા અને આ વિવાદને કારણે તેની ક્રિકેટ કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ. તે જ સમયે, દિનેશ કાર્તિક પણ સંપૂર્ણપણે તૂટી ગયો હતો પરંતુ તેણે ફરીથી લગ્ન કર્યા અને ફરીથી શાનદાર ક્રિકેટ રમ્યો. કાર્તિકે IPLમાં ફિનિશરની ભૂમિકા ભજવી હતી જે બાદ તેને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે મુરલી કાર્તિક આ કારણે ટીકાનો શિકાર બન્યો હતો. ગત વર્ષે જ તેને ડોમેસ્ટિક મેચ દરમિયાન દર્શકોની હૂમલાનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ આવતીકાલે રાષ્ટ્રીય મહિલા આયોગના 31મા સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે

આ પણ વાંચો: દિલ્હીમાં એકસાથે ચાર સ્કૂલ બસ અથડાઈઃ 25 બાળકો સહિત 29 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:સનાતન ધર્મ સાથે છેડછાડ એટલે માનવ જીવન સાથે છેડછાડ, મહારાષ્ટ્રમાં યોગીની ગર્જના