પર્દાફાશ/ ગાંધીનગર LCB ને મળી મોટી સફળતા, વાહન ચોરીના 13 ગુનાનો કર્યો પર્દાફાશ

અમદાવાદ તથા ગાંધીનગર જીલ્લાના અલગ અલગ સ્થળોએથી ટુ – વ્હિલર વાહનોની ચોરી કરી તે વાહનોને કટરની મદદથી તેના સ્પેરપાર્ટના ટુકડા કરી ભંગારમાં વેચતી ગેંગનો પર્દાફાશ થયો છે.

Gujarat Others
LCB

ગાંધીનગર LCB 2 એ વાહન ચોરીના 13 ગુનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ચાર શખ્સોને ઝડપી લીધા છે. જોકે પકડાયેલા આ ભેજાબાજ ચોરની ચોરી કરવાની મોડ્સઓપરેન્ડી સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ પોલીસે આ ચારેય શખ્સોની ધરપકડ કરી આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અમદાવાદ તથા ગાંધીનગર જીલ્લાના અલગ અલગ સ્થળોએથી ટુ – વ્હિલર વાહનોની ચોરી કરી તે વાહનોને કટરની મદદથી તેના સ્પેરપાર્ટના ટુકડા કરી ભંગારમાં વેચતી ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર LCB પોલીસને મળેલી બાતમીના આધારે શાહપુર બ્રિજ સર્કલ પાસેથી શંકના આધારે ઝડપાયેલા શખ્સોની પુછપરછ કરતા વાહન ચોરીનું મોટુ કૌભાંડ ધ્યાને આવ્યું હતું. કેટલાક ઇસમો શંકાસ્પદ ટુ વ્હીલર વાહનોનો ભંગાર લઇ વેચાણ કરવા સારૂ ફરે છે, જેઓ શાહપુર બ્રિજથી શાહપુર સર્કલ તરફ આવનાર હોવાની માહીતી આધારે એલ.સી.બી – 2 ની ટીમએ વોચ ગોઠવી હતી.

શાહપુર બ્રિજ સર્કલ તરફ આવી રહેલી એક રીક્ષા અને એક બાઇક સવારની પૂછપરછ કરતા પોલીસને તેઓ પર શંકા ગઈ હતી. વાહનચોરી ગેંગના પકડાયેલા ચાર શખ્સોમાં અમદાવાદના શાહીબાગ દુધેશ્વર રોડ પર રહેતા અમરસિંહ ચૌહાણ, હથીજણના દિપક તાયડે, હથીજણના વનરાજસિંહ વાઘેલા અને હાથોજણના સુભાનઅલી અસારીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 13 વાહનોની ચોરીના સ્પેરપાર્ટસ અંદાજે 1 લાખ 32 હજાર વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની મોડ્સ ઓપરે અંગે DYSP એમ. જે. સોલંકીએ જણાવ્યું કે આરોપીઓ પાસેથી વાહનોની 13થી વધુ નંબર પ્લેટ મળી આવી છે. આ ઉપરાંત પેટ્રોલ ટેન્ક, જંપર, લોખંડન ચેસીસ, કટર મશીન, મેક વહીલ સીટ સ્ટેન્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ પકડાતા, ગાંધીનગર ઇન્ફોસિટી, રાણીપ અને ચાંદખેડાના ગુના સામે આવ્યા છે. પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજનીચે ફૂટપાથ પરથી, વાડજ સર્કલ પાસેથી, સીટીએમ વિસ્તારમાંથી રામોલ, રાણીપ વિસ્તારમાં વાહન ચોરી કરી હોવાનું કબુલ્યું છે.

આ શખ્સોની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી અંગે પૂછતાં પકડાયેલ ગેંગના મુખ્ય બે સાગરીતો પોતાની રીક્ષા મારફતે અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર જીલ્લા ખાતે આવી રેકી કરી એકલ દોકલ ટુ – વ્હિલર વાહનો નજરે પડતા તે વાહનની ડુપ્લીકેટ ચાવીથી તેમજ શોકેટ તોડી ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરી લઇ જઇ પોતાના ગેરેજમાં આ ચોરીના વાહનો ભેગા કરી કટર મશીનનો ઉપયોગ કરી સ્પેરપાર્ટ કટીંગ કરી નંબર પ્લેટો પોતાની પાસે રાખી આ તમામ વાહનોનો ભંગાર નક્કી કરેલ ભંગારના વેપારીઓને પોતાની રીક્ષાના ઉપયોગથી ભંગારનો સામાન તેઓની દુકાને જઇ નજીવા દરે વેચાણ કરતા હોવાનુ ધ્યાને આવ્યું છે.

આ પણ વાંચો:Grishma Murder Case : બચાવ પક્ષના વકીલ રહ્યા ગેરહાજર, તારીખ લંબાવાઈ