digital payment/ સરકારને છેવટે જ્ઞાન લાદ્યુ, હવે એસટીમાં ટિકિટ માટે પણ યુપીઆઇ

રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસોમાં યુપીઆઇ ડિજિટલ પેમેન્ટ સર્વિસનો પ્રારંભ કરાવ્યો છે.

Gandhinagar Top Stories Gujarat
ST UPI સરકારને છેવટે જ્ઞાન લાદ્યુ, હવે એસટીમાં ટિકિટ માટે પણ યુપીઆઇ

ગાંધીનગરઃ દેશના શહેરોમાં અને ગામડામાં શાકભાજીની લારીવાળાઓ પણ યુપીઆઇથી પેમેન્ટ લેતા થઈ ગયા છે. પણ આજેય કેટલીય સરકારી સર્વિસ એવી છે જે રોકડ સિવાય રૂપિયા લેતી જ નથી. આવી જ એક સર્વિસ છે એસટી.

એસટીમાં જાવ એટલે કાયમ છૂટાની મગજમારી હોય જ. એસટીમાં મુસાફરી કરનાર કોઈપણ મુસાફર છૂટાની મગજમારીમાંથી પસાર ન થયો હોય તેવું ભાગ્યે જ બને છે. હવે તેમની  મગજમારીનો ત આવ્યો છે. ગુજરાત એસટીએ પણ હવે આધુનિકતા સાથે કદમતાલ મિલાવ્યા છે. ગુજરાત એસટી હવે ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટ યુપીઆઇ સ્વીકારશે.

રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસોમાં યુપીઆઇ ડિજિટલ પેમેન્ટ સર્વિસનો પ્રારંભ કરાવ્યો છે. આ માટેનો કાર્યક્રમ ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનો કાર્યક્રમ યોજાયો હતો. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમા હાજર રહ્યા હતા.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિવિધ મહાનુભાવોની હાજરીમાં એસટીની નવી 40 બસનું લોકાર્પણ કરાવાયું હતું. એસટી વિભાગનું ડિજિટલ યુગમાં પદાર્પણ કરાવવામાં આવતા ક્યુઆર કોડ આધારિત યુપીઆઇ બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ સર્વિસનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આ ડિજિટલ પેમેન્ટ સર્વિસના પ્રારંભના પગલે એસટી વિભાગનો નવા યુગમાં પ્રવેશ થયો છે. એસટી વિભાગ પણ ટેકનોસેવી બન્યું છે. આ ડિજિટલ સર્વિસનો હવે સમગ્ર રાજ્યમાં પ્રસાર કરવામાં આવશે. રાજ્યના મોટાભાગના એસટી મુસાફરોને ડિજિટલ સર્વિસનો લાભ મળે તે જોવામાં આવશે. તે ફોનથી ટિકિટ ચૂકવણી કરી શકે તે પ્રકારની સગવડ પણ આપવામાં આવશે.

હાલમાં અમદાવાદની એએમટીએસની સર્વિસમાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. આગામી સમયમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વિસ્તારવાનો છે ત્યારે અને પીએમ મોદી સતત ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકી રહ્યા છે ત્યારે એસટીમાં પણ ડિજિટલ પેમેન્ટનો વ્યાપ લોકોની રાહતમાં વધારો કરશે અને કંડક્ટરોને પણ પ્રવાસીઓ સાથે છૂટાની મગજમારીમાંથી મુક્તિ મળશે.


whatsapp ad White Font big size 2 4 સરકારને છેવટે જ્ઞાન લાદ્યુ, હવે એસટીમાં ટિકિટ માટે પણ યુપીઆઇ


આ પણ વાંચોઃ અમદાવાદ/ મેટ્રો રેલ સામે ઉપવાસ, અમને આવાસ આપો

આ પણ વાંચોઃ Online Gaming-GST/ દેશમાં ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડનો જીએસટી ચૂકવવા નોટિસ

આ પણ વાંચોઃ નવી દિલ્હી/ India નહીં ભારત… તમામ પુસ્તકોમાં બદલાશે દેશનું નામ,જાણો કોણે આપી મંજૂરી