જવાબદાર કોણ?/ ભાવનગર સર્ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, રખડતા કૂતરાએ મૃતક યુવાનો ચહેરો ફાડી ખાધો

ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે નિર્મલનગરના યુવાનને ફાડીખાધાની ઘટનાને લઈને કૉંગ્રેસ શહેત પ્રમુખ પ્રકાશ વાઘાણી એ હોસ્પિટલ તંત્ર વિરિધ બળાપો કાઢતા જણાવ્યું કે હોસ્પિટલ માં લાંબા સમયથી રખડતા કૂતરાનો ત્રાંસ વધ્યો છે.

Gujarat Others
Untitled 72 1 ભાવનગર સર્ટી હોસ્પિટલની ઘોર બેદરકારી, રખડતા કૂતરાએ મૃતક યુવાનો ચહેરો ફાડી ખાધો

ભાવનગર સર્ટી હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે નિર્મલનગર શહેરી નંબર 5 માં રહેતા અને સર્ટી હોપીટલ રોડ પર નાસ્તાની દુકાનમાં કામ કરતા સુરેશભાઈ પરષોત્તમભાઈ ભીલ બીમારીની સારવાર લેવા માટે આવેલ હતો પરંતુ સારવાર નહીં મળતા હોસ્પિટલના પટાંગણમાંજ તેને રાત્રે આશરો લીધો હતો ત્યારે રાત્રે દરમિયાન કોઈ કારણોસર તેમ મૃત્યુ નીપજ્યું હતુ.

સર્ટી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓએ તેમનું મોઢું ફાડી ખાધું હતું ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસન દ્વાર બિનવારસી જાહેર કરી પરિવારની શોધખોળ પહેલા પી.એમ. કરી નાખેલ ત્યાર બાદ નિલમબાગ પોલીસને  જાણ કરી હતી જ્યારે બાદ માં મૃતકના ખીચામાંથી ઓળખાણ થતી કાગળ મળી આવતા પરિવાર ને જાણ કરેલ છે અને અંતિમ વિધિ કરવામાં આવેલ

ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે નિર્મલનગરના યુવાનને ફાડીખાધાની ઘટનાને લઈને કૉંગ્રેસ શહેત પ્રમુખ પ્રકાશ વાઘાણી એ હોસ્પિટલ તંત્ર વિરિધ બળાપો કાઢતા જણાવ્યું કે હોસ્પિટલ માં લાંબા સમયથી રખડતા કૂતરાનો ત્રાંસ વધ્યો છે.

અવારનવાર રખડતા કૂતરાના વીડિયો સામે આવેલ તેમ છતાં હોસ્પિટલ પ્રશાસનનું પેટનું પાણી પણ નથી હલતું ત્યારે એક સારવાર લેવા આવેલ યુવકને સમયસર સારવાર નહિ મળતા હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો જેના મોઢાને ભાગે રખડતા કૂતરાએ ફાડી ખાધો હતો ત્યારે હોસ્પિટલ દ્વારા કોઈ પણ ગમભીરતા લેવામાં નથી આવતી ડોક્ટરો દ્વારા પણ દર્દી ને સરખા જવાબ પણ દેવામાં નથી આવતા અને મનમાની કરવામાં આવે છે.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!