Not Set/ દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ખેડૂતો કરશે સરકાર વિરોધી પ્રદર્શન, પાંચ લાખ ખેડૂતો જોડાશે

દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની રેલીના સમર્થનમાં ગુજરાત કિસાનસભા દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અમદાવાદના સાબરમતી આશ્રમથી પદયાત્રા કરી ખેડૂતો અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જયાં અધિક નિવાસી કલેક્ટરને ખેડુતોની માંગ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કિસાનસભા અને રેલીમાં જોડાયેલા અન્ય સંગઠનોએ રાજ્યમાં ખેડુતોના દેવા માંફીની માંગ કરી હતી. ગુજરાત કિસાનસભાના આગેવાને જણાવ્યું કે, ગુજરાતની સરકાર ખેડૂત વિરોધી […]

Top Stories Ahmedabad Gujarat
Kishan Sabha દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ખેડૂતો કરશે સરકાર વિરોધી પ્રદર્શન, પાંચ લાખ ખેડૂતો જોડાશે

દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની રેલીના સમર્થનમાં ગુજરાત કિસાનસભા દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અમદાવાદના સાબરમતી આશ્રમથી પદયાત્રા કરી ખેડૂતો અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

જયાં અધિક નિવાસી કલેક્ટરને ખેડુતોની માંગ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કિસાનસભા અને રેલીમાં જોડાયેલા અન્ય સંગઠનોએ રાજ્યમાં ખેડુતોના દેવા માંફીની માંગ કરી હતી.

192155 farmaers e1543578801954 દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ખેડૂતો કરશે સરકાર વિરોધી પ્રદર્શન, પાંચ લાખ ખેડૂતો જોડાશે
mantavyanews.com

ગુજરાત કિસાનસભાના આગેવાને જણાવ્યું કે, ગુજરાતની સરકાર ખેડૂત વિરોધી છે. ખેડૂતોની દેવા માફીના આંદોલન ગુજરાત સિવાય બીજા અન્ય રાજ્યોમાં પણ ચાલી રહ્યા છે.

કેટલાક રાજ્યોએ દેવા માફી કરી પણ છે. પરંતુ ગુજરાત સરકાર ખેડૂતોના દેવામાફીનો વિચાર સુધ્ધા કર્યા વિના ખેડુતોને લેણાંની નોટીસો મોકલી રહી છે.

આગેવાને આગળ જણાવ્યું કે, સરકારનો એક પણ મંત્રી આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારને મળવા ગયો નથી. તેમણે ચિમકી ઉચ્ચારી કે જો સરકાર તેમના આવેદન પત્રને આધારે કોઇ નિર્ણય નહી લે, તો 13 ડિસેમ્બરે ગુજરાતમા સરકાર સામે તમામ ખેડૂત સંગઠનો એકઠા થઇ કુચ કરશે જેમાં પાંચ લાખથી વધારે ખેડૂતો જોડાશે.